Air Pollution Effect News: શું વાયુ પ્રદૂષણથી શઈ શકે છે કેન્સર? જાણો AIIMSના ડોક્ટરે શું કહ્યું

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Delhi Air Pollution News Update: રાજધાની દિલ્હી સહિત સમગ્ર NCRમાં ખતરનાક સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ગળા અને નાકમાં ખરાશ જેવી સમસ્યાઓ થઈ રહી છે. જોકે, દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે, ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટે માનવ શરીરના સમગ્ર સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણના ખતરનાક પ્રભાવ વિશે જણાવ્યું

ગંભીર બીમારીઓ સાથે છે: ડોક્ટર પિયૂષ રંજન

ડોક્ટર પિયૂષે જણાવ્યું કે, શ્વસનતંત્રને નુકસાન પહોંચાડવા ઉપરાંત વાયુ પ્રદૂષણનો સીધો સંબંધ હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને આર્થરાઈટિસ જેવી ગંભીર બીમારીઓ સાથે છે. તેમણે કહ્યું કે, એ સમજવું જરૂરી છે કે વાયુ પ્રદૂષણ શ્વસન સંબંધિત બીમારીઓ ઉપરાંત શરીરની વિવિધ પ્રણાલિયોને પણ પ્રભાવિત કરે છે. પ્રદૂષણનો હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને આર્થરાઈટીસ જેવા કોરોનરી આર્ટરી રોગો સાથે સીધો સંબંધ છે. અમારી પાસે વૈજ્ઞાનિક પુરાવા છે, જે વિવિધ પ્રકારોની સાથે તેના સંબંધને સ્થાપિત કરે છે.

ગર્ભમાં રહેલા બાળકને પણ જોખમ

એક્સપર્ટે મોટા પ્રમાણે સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી સ્થિતિ પ્રત્યે સાવચેત કરતા ગર્ભમાં રહેલા બાળકને નુકસાનની પણ ચેતવણી આપી છે. તબીબોના જણાવ્યા અનુસાર, વાયુ પ્રદૂષણ મગજ અને હ્રદયને નુકસાન પહોંચાડે છે અને જો સાવધાની રાખવામાં ન આવે તો તે તમામ વય જૂથોમાં ચિંતા ઉભી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં વાયુ ગુણવત્તા સોમવારની સવારે પણ સતત પાંચમાં દિવસે ગંભીર શ્રેણીમાં રહી. તો સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR-India) અનુસાર, શનિવારે નોંધાયેલા 504ની સરખામણીમાં રવિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 410 નોંધાયો હતો. આમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

વાયુ પ્રદૂષણથી કેવી રીતે બચવું?

– સારી ક્વોલિટીના ફેસ માસ્કનો ઉપયોગ જરૂર કરો.
– નિયમિતપણે પ્રવાહી લેતા રહો અને ડિહાઇડ્રેટેડ ન થાઓ.
– જો AQI ઇન્ડેક્સ 150થી વધુ હોય તો ક્રિકેટ, હોકી, સાયકલિંગ અને મેરેથોન જેવી ગેમો ન રમવી જોઈએ.
– જો AQI ઇન્ડેક્સ 200થી વધુ હોય તો પાર્કમાં પણ દોડવાનું ટાળો.
– જો AQI ઇન્ડેક્સ 300થી વધુ હોય તો લાંબા અંતરની મુસાફરી ન કરો.
– જો AQI ઇન્ડેક્સ 400ને પાર કરે તો ઘરની અંદર જ રહો અને સામાન્ય વૉક પણ ન કરો.

    follow whatsapp

    ADVERTISEMENT