VIDEO: જલ્દી પહોંચવાના ચક્કરમાં મિત્રોએ ગાડી Google Maps ના રસ્તે લીધી અને પછી….

kenil somaiya

ADVERTISEMENT

Google Map
Google Map
social share
google news
  • ગૂગલ મેપના મુજબ રસ્તા પર જતાં SUV ગાડી સીડીઓ વચ્ચે ફસાઈ
  • તમિલનાડુના એક મિત્રનું ગ્રુપ વિકેન્ડ પર ફરવા ગયું હતું
  • શોર્ટકટ રસ્તો લેવાના ચક્કરમાં થઈ ગયું કાંડ

Error in Google Map: કહેવાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ માણસનું કામ સરળ અને ઝડપી બનાવી દે છે તો બસ આ જ ચક્કરમાં તમિલનાડુના એક મિત્રનું ગ્રુપ ફરવા નીકળ્યું હતું. તેમણે ગૂગલ મેપના આધારે શોર્ટકટ રસ્તો શોધ્યો પરંતુ આ શોર્ટકટ તેમણે બોવ મોંઘો પડ્યો. ગુડલુરમાં suv ડ્રાઈવર ગૂગલ મેપથી આગળ જતાં સીડી પર ફસાઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે આ લોકો ગુડલુરથી ગાડીમાં કર્ણાટક તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે શૉર્ટકટના ચક્કરમાં સીડી પર ફસાઈ ગયા.

કાર રહેણાંક વિસ્તાર તરફ જતી સીડીઓ વચ્ચે ફસાઈ ગઈ

ગૂગલ મેપના પગલે આ લોકો પોલીસ ક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની કાર રહેણાંક વિસ્તાર તરફ જતી સીડીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. તેણે ઉતાવળમાં તેની એસયુવી અધવચ્ચે અટકાવી. આ પછી તેણે નજીકના લોકો પાસે મદદ માંગી. આ ઘટનાની માહિતી પોલીસ સુધી પહોંચી અને ઘણી મહેનત બાદ તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

આ પણ વાંચો

ADVERTISEMENT

મિત્રો જે જગ્યાએ ગયા હતા તે લોકપ્રિય હોલિડે સ્પોટ છે

ગુડલુર એક લોકપ્રિય હોલિડે સ્પોટ છે જે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક વચ્ચે એક પ્રકારનું ટ્રાઇ-જંક્શન પોઇન્ટ છે. સામાન્ય રીતે લોકો ઉટી જતી વખતે અહીં જવાનું પસંદ કરે છે. તે જ સમયે, તમિલનાડુના દક્ષિણ તેનકાસી જિલ્લાના કદયાનલ્લુર નજીક સિંગીલીપટ્ટી ગામમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કાર અને લારી વચ્ચેની અથડામણમાં છ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અહેવાલો અનુસાર, કારમાં સવાર તમામ છ યુવકો તેનકાસી નજીક પુલિયાંકુડી ગામના વતની હતા અને રજાઓ ગાળ્યા બાદ અને કોટલ્લામ ધોધમાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT