INDvsAUS ODI : ભારતનો ભુંડો પરાજય, 4 વર્ષ બાદ ઘર આંગણે જ આખી શ્રેણી ગુમાવી

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs Australia 3rd ODI Live Score: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ભારત 21 રનથી હારી ગયું હતું. આ હારના કારણે ત્રણ મેચની સીરીઝ 1-2 થી ગુમાવવી પડી છે. આ હારનું પરિણામ આવ્યું કે, ઓસ્ટ્રેલિયા વન ડે રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયું છે. 270 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે ઉતરેલી ટીમ 49.1 ઓવરમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. માત્ર 248 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલી 54 અને હાર્દિક પંડ્યાએ 40 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ જામ્પાએ ચાર વિકેટ ઝડપી હતી. એશ્ટન એગરને પણ 2 વિકેટ મળી હતી. ભારતે ચાર વર્ષ બાદ ઘર આંગણે જ વન ડે સિરિઝ ગુમાવી છે.

ઓસ્ટ્રેલિયા માટે મિચેલ માર્શે સૌથી વધારે 47 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 38 રન બનાવ્યા હતા. આ ઉપરાંત માર્નસ લાબુશેને 28 અને ટ્રેવિસે હેડે 33 રનની રમત રમી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટો ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાઝને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT