Jammu-Kashmir: હવે સૈનિકોને આતંકવાદી બનાવી રહ્યું છે પાકિસ્તાન, લોકસભા ચૂંટણી પહેલા ખતરનાક ષડયંત્રનો ખુલાસો

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે સતત નાપાક હરકતો કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનના તમામ પ્લાનને ચોપટ કરી રહ્યા છે. ભારતીય સેનાની કડક સુરક્ષા વ્યવસ્થાથી બોખલાઈ ગયેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISISએ નવો રસ્તો અપનાવ્યો છે. પાકિસ્તાને લોકસભા ચૂંટણી પહેલા ખતરનાક ષડયંત્ર રચ્યું છે. પાકિસ્તાની એજન્સી કાશ્મીરની શાંતિમાં ઝેર ઓકવા માટે તેના પૂર્વ પાકિસ્તાની સૈનિકોને આતંકવાદી બનાવીને મોકલી રહી છે. ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે આ વાતનો ખુલાસો કર્યો છે.

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કર્યો ખુલાસો

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તાજેતરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે સુરક્ષા દળોએ બે આતંકીઓને પણ ઠાર કર્યા હતા. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવેલા ઉત્તરી કમાન્ડના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે મોટો ખુલાસો કરતા કહ્યું કે, સરહદ પાર કરીને ભારતમાં ઘૂસેલા આતંકવાદીઓમાં કેટલાક નિવૃત્ત પાકિસ્તાની સૈનિકો પણ સામેલ છે. સ્થાનિક સ્ત્રોતો દ્વારા અમને કેટલાક આતંકવાદી ઠેકાણાઓ વિશે જાણકારી મળી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

લોકસભા ચૂંટણી પહેલા પાકિસ્તાનનું મોટું ષડયંત્ર

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનના ઈરાદા સારા નથી. તેનો ઉદ્દેશ્ય આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી 2024 પહેલા વધુ આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. આ માટે પાકિસ્તાન હવે તેના પૂર્વ સૈનિકોને પણ આતંકવાદી બનાવી રહ્યું છે અને ભારત ઘૂસણખોરી કરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજૌરી અને પૂંચમાં હજુ પણ 20થી 25 આતંકવાદીઓ સક્રિય હોવાની આશંકા છે.

આતંકીઓએ ઘણા દેશોમાંથી લીધી હતી ટ્રેનિંગ

તેમણે કહ્યું કે, બે આતંકવાદીઓના મોતથી પાકિસ્તાન અને આતંકવાદી ઈકોસિસ્ટમને મોટું નુકસાન થયું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત ઘણા દેશોમાંથી ટ્રેનિંગ મેળવનાર આ બંને આતંકવાદીઓએ ઘાટીમાં ઘણા લોકોને નિશાન બનાવ્યા હતા, તેથી સુરક્ષા દળોની પ્રાથમિકતા બંનેને ખતમ કરવાની હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT