‘હેમંત સોરેનને શોધો અને ઈનામ મેળવો’, મની લોન્ડરિંગમાં ફસાયેલા મુખ્યમંત્રી પર ભાજપનો મોટો હુમલો

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મુશ્કેલીમાં ફસાયા
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ કરી રહી છે શોધખોળ
  • ભાજપના અધ્યક્ષે 11 હજારના ઈનામની જાહેરાત કરી

Jharkhand CM Hemant Soren News: મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren)ને શોધી રહી છે. પરંતુ દિલ્હી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ક્યાં ગયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ભાજપ તેમના પર ધરપકડના ડરથી ફરાર હોવાનો આરોપ લગાવી રહી છે અને તેમને ભાગેડુ ગણાવી રહી છે. ઝારખંડ ભાજપના અધ્યક્ષે મુખ્યમંત્રીને શોધવા માટે 11,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. 29 જાન્યુઆરીએ EDની ટીમ મુખ્યમંત્રીના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ મુખ્યમંત્રી સોરેન ત્યાં મળી આવ્યા નહોતા. તપાસ એજન્સીએ તેમની કાર અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

બાબુલાલ મરાંડીએ ઈનામની કરી જાહેરાત

બાબુલાલ મરાંડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, ઝારખંડના લોકોને માર્મિક અપીલઃ- આપણા રાજ્યના મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓના ડરથી છેલ્લા 24 કલાકથી લોકલાજ ત્યાગીને ગાયબ છે અને ચહરો છુપાવીને ભાગતા ફરી રહ્યા છે. આ માત્ર મુખ્યમંત્રીની અંગત સુરક્ષા માટે જ ખતરો નથી પરંતુ ઝારખંડના સાડા ત્રણ કરોડ લોકોની સુરક્ષા, સન્માન અને ગરિમા પણ ખતરામાં છે. જે કોઈ પણ વિલંબ કર્યા વિના આપણા “હોનહાર” મુખ્યમંત્રીને સકુશળ શોધી લાવશે, તેમને મારા તરફથી અગિયાર હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

EDની ટીમે 15 કલાક સુધી કરી હતી તપાસ

ઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant soren) કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનને શોધી રહી છે. પરંતુ રાંચીથી દિલ્હી ગયેલા હેમંત સોરેન ગુમ થઈ ગયા છે. ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ હેમંત સોરેનના દિલ્હીના શાંતિ નિકેતન ખાતે આવેલા ઘર સહિત 3 સ્થળોએ પહોંચી હતી. આ દરમિયાન ટીમને હેમંત સોરેન મળ્યા નહતા. ટીમે તેમની ઘણી રાહ જોઈ પરંતુ તેઓ ન આવ્યા. સર્ચ વોરંટ લઈને પહોંચેલી ઈડીની ટીમે તેમના નિવાસસ્થાને દસ્તાવેજોની પણ તલાશી લીધી હતી. લગભગ 15 કલાક સુધી તપાસ કર્યા પછી EDની ટીમ લગભગ 10.30 વાગ્યે ત્યાંથી નીકળી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની ટીમ કેટલાક દસ્તાવેજો અને એક BMW કાર સાથે લઈ ગઈ હતી. જે કાર EDની ટીમ પોતાની સાથે લઈ ગઈ હતી, તે HR (હરિયાણા) પાર્સિંગની છે.

એરપોર્ટના અધિકારીઓને કરાયા એલર્ટ

EDની ટીમે હેમંત સોરેનને લઈને એરપોર્ટના અધિકારીઓને પણ એલર્ટ કરાયા છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે સત્તાધારી પક્ષના ગઠબંધને ધારાસભ્યોને તેમની બેગ અને સમાનની સાથે રાંચીમાં એક જગ્યાએ એક્ઠા થવા માટે કહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT