Minor Girl Rape: દુષ્કર્મનો આરોપી IAS અધિકારી ઝડપાયો, આ મંત્રીનો હતો ખાસ

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

Delhi Minor Girl Rape Case: દિલ્હી પોલીસે કિશોરી પર બળાત્કાર મામલે દિલ્હી સરકારના અધિકારી અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અધિકારીને ફરજરિક્ત કરી દીધો હતો. એટલું જ નહી મુખ્યમંત્રીએ સાંજે 5 વાગ્યા સુધીમાં આ મામલે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો હતો.

મહિલા અને બાળ વિકાસ મંત્રી આતિશીના OSD તરીકે હતા કાર્યરત

સમાચારો અનુસાર આરોપી અધિકારી મહિલા અને બાળ વિકાસ મંત્રી આતિશીના ઓએસડી તરીકે તહેનાત હતો. બીજી તરફ મંત્રાલયે કહ્યું કે, આરોપી ડેપ્યુટી ડાયરેક્ટરને આતિશીના પદભાર સંભાળ્યા બાદ તત્કાલ હટાવી દેવામાં આવ્યો હતો. આ અંગે દિલ્હીના બાળ વિકાસ મંત્રી આતિશીનું કહેવું છે કે, આ બિલ્કુલ ખોટી વાત છે કે મારા અધિકારી ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) રહ્યા છે. તેમણે ક્યારે પણ મારી સાથે કામ કર્યું નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

પોલીસ ઝડપથી કામ કરે

નાબાલિક સાથે થયેલા દુષ્કર્મ અંગે મંત્રીએ કહ્યું કે, આ ખુબ જ ચોંકાવનારી બાબત છે કે આરોપી મહિલા અને બાળવિકાસ વિભાગમાં તહેનાત હતો. આ ચિંતાજનક છે કે, તેના પર કિશોરીઓ સાથે રેપનો આરોપ લાગ્યો છે. મને આશા છે કે, પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરશે.

ADVERTISEMENT

કૈલાશ ગહલોતનો ઓએસડી હતો આરોપી

ADVERTISEMENT

મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક પત્ર અનુસાર તેમણે મંત્રીના ઓએસડી પદથી 12 માર્ચ 2023 ના રોજ હટાવી દેવાયો હતો. જ્યારે આતિશીએ 9 માર્ચ 2023 ના રોજ મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. આરોપી ડેપ્યુટી ડાયરેક્ટરને 29 માર્ચ 2022 ના રોજ તત્કાલીન મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી કૈલાશ ગહલોતને ઓએસડી નિયુક્ત કર્યા હતા. આરોપી અધિકારી હાલમાં માત્ર દિલ્હી મહિલા અને બાલ વિકાસ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર પર પર નિયુક્ત હતા.

    follow whatsapp

    ADVERTISEMENT