મધ્ય પ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત!, શિવરાજસિંહને અભિનંદન પાઠવ્યા બાદ રડી પડી મહિલા, ઈમોશનલ વીડિયો વાયરલ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

MP Election Result: મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોટી જીત મેળવી છે. બે દાયકાના શાસન બાદ ભાજપે ફરી એકવાર પ્રચંડ બહુમતી મેળવીને સાબિત કર્યું છે કે તેની સામે સત્તા વિરોધી કોઈ લહેર નહોતી, જેનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. 160થી વધુ બેઠકો પર નિર્ણાયક લીડ મેળવ્યા બાદ ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. દિલ્હીથી લઈને ભોપાલ સુધી લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મહિલા થઈ ગઈ ભાવુક

આ વચ્ચે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અભિનંદન આપતા એક મહિલા ભાવુક થઈ જાય છે. મહિલા શિવરાજસિંહને ગુલાબનું ફૂલ આપીને ગળે લગાડે છે અને ભાવુક થઈ જાય છે. વાસ્તવમાં આ મહિલા સીએમ આવસના એક કર્મચારી છે, જેઓનું નામ રાધાબાઈ છે. આ વીડયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

મહિલા મતદારોની થઈ રહી છે ચર્ચા

વાસ્તવમાં, મધ્યપ્રદેશમાં ભાજપની જીતને લઈને મહિલા મતદારોની ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિવરાજ સરકાર દ્વારા થોડા મહિના પહેલા શરૂ કરવામાં આવેલી ‘લાડલી બહેના’ યોજનાએ ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. શિવરાજસિંહ ચૌહાણે આ રકમ વધારીને 3 હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT