Government Job: નવોદય વિદ્યાલયમાં નોટ ટિચિંગ સ્ટાફ માટે બંપર જગ્યાઓ, છેલ્લી તારીખ ખૂબ જ નજીક

ADVERTISEMENT

Navodaya Vidyalaya Samiti Recruitment
કેવી રીતે અરજી કરવી?
social share
google news

Navodaya Vidyalaya Samiti Recruitment: ટીચિંગ ફિલ્ડમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કુલ 1400 નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સ્ટેનોગ્રાફર, કમ્યુટર ઓપરેટર, મેસ હેલ્પર સહિતની વિવિધ પોસ્ટ પર જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે અરજી પ્રક્રિયા શરૂ છે. અરજી કરવાની છેલ્લી તારીખને બે દિવસની જ વાર છે એટલે કે 30 એપ્રિલ 2024 સુધી સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in પર જઈને તમે  અરજી ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો. નવોદય ઉદ્યાલય સમિતિની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વપૂર્ણ જાણકારી આ અહેવાલ દ્વારા મળશે.

કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ NTA exams.nta.ac.in/NVS/ અથવા navodaya.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત કરો
હોમ પેજ પર “નોંધણી/લોગિન” ટેબ પર ક્લિક કરો
એક નવી વિન્ડો ખુલશે, નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
નોંધણી પ્રક્રિયા દરમિયાન જનરેટ થયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગિન કરો.
અરજી ફોર્મ ભરો અને ફી ચુકવણી કરો.
નકલ ડાઉનલોડ કરી લો જેથી ભવિષ્યની કાર્યપ્રણાલી માટે તમને કામ લાગી શકે

આ જગ્યાઓ ભરવામાં આવશે

ફીમેલ સ્ટાફ નર્સ– 121 જગ્યાઓ
મદદનીશ વિભાગ અધિકારી– 05 જગ્યાઓ
ઓડિટ મદદનીશ– 12 જગ્યાઓ
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર – 4 જગ્યાઓ
લીગલ આસિસ્ટન્ટ– 1 જગ્યા
સ્ટેનોગ્રાફર– 23 જગ્યાઓ
કોમ્પ્યુટર ઓપરેટર– 2 જગ્યાઓ
કેટરિંગ સુપરવાઈઝર – 78 જગ્યાઓ
જુનિયર સચિવાલય સહાયક – 381 જગ્યાઓ
લેબ આસિસ્ટન્ટ– 161 જગ્યાઓ
ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર – 128 જગ્યાઓ
મેસ હેલ્પર- 442 જગ્યાઓ

આ પણ વાંચો

ADVERTISEMENT

શૈક્ષણિક લાયકાત

નવોદય વિદ્યાલય સમિતિએ બહાર પડેલી વિવિધ પોસ્ટ માટેની ભરતીમાં શૈક્ષણિક લાયકાત  અલગ અલગ છે જેની નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનમાંથી નોંધલેશો.

સંપૂર્ણ માહિતી અહીં છે: View PDF

અરજી ફી

NVS ભરતી અરજી ફી અંગે વાત કરીએ તો સ્ટાફ નર્સના પદ માટે અરજી ફી 1500 રૂપિયા અને SC, ST અને દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે
અન્ય દરેક પદો માટે અરજી ફી 1000 રૂપિયા રાખવામાં આવી છે. SC, ST અને દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT