‘દરેક સંસ્થામાં RSS લોકો, મંત્રાલય પણ ચલાવી રહ્યા છે…’ લદ્દાખથી Rahul Gandhiનો મોટો આક્ષેપ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

લદ્દાખ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે તેમની પાર્ટીના નેતાઓને મળશે તેમજ લદ્દાખમાં અલગ-અલગ જગ્યાએ યુવાનો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી લદ્દાખમાં LACની મુલાકાત લેશે. લદ્દાખમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, RSS દરેક સંસ્થામાં પોતાના લોકોને રાખે છે.

રાહુલે કહ્યું કે, RSSના લોકો જ બધું ચલાવી રહ્યા છે. જો તમે કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછો તો પણ તેઓ તમને કહેશે કે વાસ્તવમાં તેઓ તેમનું મંત્રાલય નથી ચલાવી રહ્યા પરંતુ RSS દ્વારા નિયુક્ત તેમના OSD ચલાવી રહ્યા છે. તેઓ જ બધું કરી રહ્યા છે. તેઓ દરેક સંસ્થામાં બધું ચલાવી રહ્યા છે.

રાહુલ ગાંધી લેહમાં તેમના પિતા રાજીવ ગાંધીની જન્મજયંતિ પર પેંગોંગ લેક ખાતે શ્રદ્ધાંજલિ આપશે. જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 1944ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને ગુડવિલ ડે તરીકે ઉજવે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

રાહુલે લદ્દાખમાં ફૂટબોલ મેચમાં હાજરી આપી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં અલગતાવાદના મુદ્દે યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. જો તમે ભારતમાં જાવ, જનતાની વચ્ચે જાવ, તો તમે જોશો કે લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર છે.

રાહુલે કહ્યું કે, લોકો ભારતની વિવિધતાને ખૂબ ઊંડાણથી સમજે છે, જે આપણા દેશની તાકાત છે. લોકોની વચ્ચે જઈને ઘણું શીખવા મળ્યું. અમે જુદા જુદા રાજ્યોમાં ગયા. હજારો લોકો સાથે વાત કરી. દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, પર બહુ વાત કરવામાં આવતી નથી. કાં તો નફરતની વાત થાય છે કે પછી ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાનની વાત થાય છે. દેશના મુખ્ય મુદ્દાઓ પર કોઈ વાત થતી નથી. લદ્દાખમાં રાહુલ ગાંધીએ Spituk ટીમ અને Spituk 11 ટીમો વચ્ચે ફૂટબોલ મેચમાં પણ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT