રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો? રૂમમાં ઢળી પડેલી હાલતમાં મળ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Russian President Vladimir Putin Heart Attack: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય વિશે ઘણા મહિનાઓ ચાલી રહેલી અટકળો વચ્ચે, તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાના અહેવાલ છે. આ સમાચાર ટેલિગ્રામ ગ્રુપ જનરલ SVR દ્વારા શેર કરવામાં આવ્યા છે. આ સંસ્થા દાવો કરે છે કે, તે રશિયામાં નિવૃત્ત ગુપ્તચર અધિકારીઓ અને ક્રેમિલન અધિકારીઓ પાસેથી માહિતી મેળવે છે.

ટેલિગ્રામ ગ્રુપના સમાચાર ધ મિરર, જીબી ન્યૂઝ અને ધ એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, પુતિન રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે તેમના બેડરૂમના ફ્લોર પર ખાવા-પીવાની વસ્તુઓ પાસે ઢળી પડેલી મળી આવ્યા હતા. જ્યારે તેમના સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ રૂમમાં ફ્લોર પર કંઈક પડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં પહોંચ્યા.

‘હવે તબિયત સ્થિર છે’

જનરલ SVR ટેલિગ્રામ ગ્રૂપે લખ્યું, ‘સંભવ છે કે જ્યારે રાષ્ટ્રપતિ પુતિન પડી ગયા ત્યારે તેમનો હાથ ટેબલ પર રાખેલા વાસણોને સ્પર્શી ગયો હશે અને અવાજ સાંભળીને જ સુરક્ષા અધિકારીઓ રૂમમાં આવ્યા.’ જનરલ એસવીઆરના જણાવ્યા અનુસાર, બાજુના રૂમમાંથી રાષ્ટ્રપતિ પુતિનના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. પુતિનને તાત્કાલિક સારવાર મળ્યા બાદ ફરીથી ભાનમાં આવ્યા. આ પછી પુતિનને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

‘ડોક્ટરોએ આપી દીધી પુતિનના મૃત્યુની તારીખ’

રશિયન રાષ્ટ્રપતિ કેન્સર સહિત અન્ય ઘણી બીમારીઓથી પીડિત છે. ટેલિગ્રામ ગ્રૂપ જનરલ એસબીઆરએ દાવો કર્યો છે કે પુતિનની તબિયતને જોતા ડોક્ટરોએ કહ્યું છે કે, તેઓ શિયાળા પછી બચી શકશે નહીં. ટેલિગ્રામ જૂથે દાવો કર્યો છે કે હાર્ટ એટેક પછી પુતિનની નજીકના ઘણા લોકોએ ફોન પર એકબીજાનો સંપર્ક કર્યો હતો અને જો રાષ્ટ્રપતિનું અવસાન થાય તો આગામી દિવસોમાં સંભવિત પગલાં વિશે વાત કરવાનું નક્કી કર્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT