Sharad Pawar : શું હશે શરદ પવારની પાર્ટીની ઓળખ?, ચૂંટણી પંચને મોકલ્યા 3 નામ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • શિવસેના બાદ NCP ને પણ મોટો ઝટકો લાગ્યો
  • ચૂંટણી પંચે અજિત પવાર જૂથને ઓરિજનલ NCP ગણાવ્યું
  • શરદ પવારની પાર્ટી નવા નામની શોધમાં
Sharad Pawar Party Name: ચૂંટણી પંચે અજિત પવારના જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું નામ અને ચિન્હ (સિમ્બોલ) આપી દીધું છે. આવી સ્થિતિમાં શરદ પવારની પાર્ટીની ઓળખ શું હશે તે એક મોટો પ્રશ્ન છે.

શરદ પવારની પાર્ટી નવા નામની શોધમાં

પાર્ટીનું નામ અને ચિન્હ છીનવી લીધા બાદ શરદ પવારની પાર્ટી નવા નામની શોધમાં છે. મળતી માહિતી મુજબ, બુધવારે શરદ પવારની પાર્ટી દ્વારા ચૂંટણી પંચને ત્રણ નામ મોકલવામાં આવ્યા છે.

ચૂંટણી પંચને મોકલ્યા ત્રણ નામ

શરદ પવારની પાર્ટી દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવેલા આ નામોમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એસ (Nationalist Congress Party-S), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર (Nationalist Congress Party Sharad Pawar) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર (Nationalist Congress Party Sharad Chandra Pawar)નો સમાવેશ થાય છે.

શું છે સમગ્ર મામલો?

મહારાષ્ટ્રમાં શિવસેના બાદ NCP ને પણ મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અજિત પવાર જુથને ઓરિજનલ NCP ગણાવવામાં આવ્યું છે. જેના કારણે શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે શરદ પવાર આ પાર્ટીના સ્થાપક હતા પરંતુ હવે તેમણે જ સ્થાપેલી પાર્ટી તેમની જ પાસેથી છીનવાઇ ચુકી છે. પોતાના જ ભત્રીજાએ કાકાના પગ તળેથી જમીન ખેંચી લીધી છે.
જે પ્રકારે શિવસેનામાં પાર્ટીના સ્થાપક બાળા સાહેબના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો તે પ્રકારે વધારે એક દિગ્ગજને જીવતે જીવ પોતાની જ સ્થાપેલી પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમાચાર શરદ પવાર માટે ખુબ જ આધાતજનક છે. કારણ કે શરદ પવારને રાજનીતિના ચાણક્ય ગણવામાં આવે છે. જો કે, હવે તે પોતાના જ ભત્રીજા સામે થાપ ખાઇ ચુક્યા છે. પોતાની પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT