Bihar Politics : બિહારમાં JDU-BJPની દોસ્તી પાક્કી, રવિવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે નીતિશ કુમાર!

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ
  • નવી સરકાર જૂની ફોર્મ્યુલા પર જ રચાશેઃ સૂત્રો
  • બિહારમાં બે ડેપ્યુટી સીએમ બનશેઃ સૂત્રો

Bihar Political Crisis: બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતિશ કુમાર ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDUના વડા નીતિશ કુમાર સાતમી વખત આ રવિવારે જ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપ સાથે તેમની મિત્રતાની પુષ્ટિ થઈ ગઈ છે.

જૂની ફોર્મ્યુલા પર જ રચાશે નવી સરકારઃ સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકાર જૂની ફોર્મ્યુલા પર જ રચાશે. નવી સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રીને સામેલ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે સુશીલ મોદીને હટાવ્યા બાદ બીજેપીએ બિહારમાં બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આપી હતી.

જનતા દળના તમામ કાર્યક્રમો રદ

સૂત્રોએ જણાવ્યું કે, જનતા દળ (યુનાઈટેડ)ના વડાએ 28 જાન્યુઆરીના તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. નીતિશ કુમાર રવિવારે મહારાણા જયંતિ નિમિત્તે જાહેરસભાને સંબોધવાના હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

સુશીલ કુમાર મોદીએ આપ્યું હતું મોટું નિવેદન

આ પહેલા સુશીલ કુમાર મોદીએ બિહારમાં ચાલી રહેલી રાજકીય ઘમાસણ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજનીતિમાં દરવાજો ક્યારેય કોઈ માટે હંમેશા માટે બંધ થતો નથી. જરૂર પડે ત્યારે તેને ખોલવામાં આવે છે.

શું લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે?

નીતિશ કુમારની લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાની શરત પર હજુ પણ સસ્પેન્સ છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમારે મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને આરજેડી પાસેથી પણ આ જ માંગ કરી હતી. જોકે, તેમણે જેડીયુની શરત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ મામલે ભાજપનું વલણ શું રહેશે તેના પર સૌની નજર ટકેલી છે.

ADVERTISEMENT

સુશીલ મોદીને બનાવી શકાય છે ડેપ્યુટી સીએમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બિહારમાં નવી સરકાર બને છે તો સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.આરજેડી-જેડીયુ ગઠબંધન પહેલા જે મંત્રાલયો ભાજપના ક્વોટામાં હતા તે તમામ મંત્રાલયો ફરીથી ભાજપને આપવામાં આવી શકે છે. દરમિયાન એવા પણ સમાચાર છે કે જેડીયુએ પોતાના તમામ ધારાસભ્યોને પટના બોલાવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT