‘આ લોકતંત્રની હત્યા…’, ચંદીગઢ મેયરની ચૂંટણી મામલે સુનાવણી કરતા કોના પર ભડક્યા ચીફ જસ્ટિસ?

Yogesh Gajjar

ADVERTISEMENT

Supreme court chief justice
Supreme court chief justice
social share
google news
  • ચંડીગઢના મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી.
  • મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ પ્રિસાઇડિંગ ઓફિસરનો વાયરલ વીડિયો જોઈને ગુસ્સે થઈ ગયા હતા
  • વીડિયોમાં તેઓ કથિત રીતે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યા હતા.
  • આ મામલે તેમણે નોટિસ પાઠવી નવા મેયરની કામગીરી પર પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો.

Chandigarh Mayor Election: ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસે પ્રેસિડિંગ ઑફિસનો વીડિયો પણ જોયો જેમાં તેઓ કથિત રીતે વોટને રદ કરી રહ્યાં છે. CJIએ કહ્યું કે, આ લોકતંત્રની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. CJIએ કહ્યું કે, અમે લોકશાહીની આ રીતે હત્યાની મંજૂરી આપી શકીએ નહીં. CJIએ ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો રજૂ કરવા કહ્યું છે અને નોટિસ પણ જારી કરી છે.

ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. તમને જણાવી દઈએ કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે તમામ દસ્તાવેજો અને તમામ વીડિયો પુરાવાઓ સાથે સાંજે 5 વાગ્યા સુધી સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીએ યોજાનારી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે, મહાનગરપાલિકાના નવા મેયરનું કામ કાજ હાલ પૂરતું અટકાવી દેવામાં આવશે.

હાઇકોર્ટના રજીસ્ટ્રાર પાસે ચૂંટણીનો સંપૂર્ણ રેકોર્ડ જપ્ત કરાશે

CJIની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “અમે નિર્દેશ આપીએ છીએ કે મેયર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જપ્ત કરવામાં આવે અને બેલેટ પેપર, વીડિયોગ્રાફી પણ સાચવવામાં આવે. રિટર્નિંગ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે કે તેઓ રેકોર્ડ સોંપે.સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી આજે એટલે કે સોમવારથી શરૂ કરી છે. આજની સુનાવણી બાદ કેસની સુનાવણી 12મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

પ્રિસાઇડિંગ ઓફિસરનો વીડિયો CJIને સોંપાયો

એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો સંપર્ક કર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રેસિડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- આ લોકતંત્રની હત્યા છે

ચીફ જસ્ટિસે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે તેણેમ (પ્રિસાઇડિંગ ઓફિસર) બેલેટ પેપર ખરાબ કર્યા છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ.” પ્રિસાઇડિંગ ઓફિસરના કેમેરામાં જોતાં CJIએ પૂછ્યું કે, તે કેમેરામાં કેમ જોઈ રહ્યા છે. વકીલને સંબોધતા તેમણે કહ્યું કે, આ લોકશાહીની મજાક છે. આ લોકશાહીની હત્યા છે, અમે આશ્ચર્ચકિત છીએ. ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું રિટર્નિંગ ઓફિસનું આવું વર્તન હોય છે? મહેરબાની કરીને રિટર્નિંગ ઓફિસરને કહો કે SC તેમના પર નજર રાખી રહ્યું છે.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT