VIDEO: ઉત્તરાખંડમાં ઉપદ્રવીઓનો જોતાં જ ઠાર કરવાનો આદેશ; ગેરકાયદે મદરેસા પર બુલડોઝરની કાર્યવાહી બાદ હંગામો

kenil somaiya

ADVERTISEMENT

fire in Haldwani
fire in Haldwani
social share
google news
  • ઉત્તરાખંડમાં ઉપદ્રવીઓનો આતંક
  • મદરેસા-મસ્જિદ તોડવા પર ભારે પથ્થરમારો
  • પોલીસ સ્ટેશન, વાહનો અને બસોને ફૂંકી નાખી

Riots in Haldwani: ઉત્તરાખંડના હલ્દવાનીમાં આજે હંગામો થયો હતો. મલિકા બગીચા સ્થિત મદરેસા અને મસ્જિદ પર વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહી પછી, તોફાની તત્વોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. વિદ્રોહીને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા.

પથ્થરમારામાં ઘણી મહિલા પોલીસકર્મીઓ પણ ઘાયલ

પથ્થરમારામાં ઘણી મહિલા પોલીસકર્મીઓ પણ ઘાયલ થઈ છે, જેમને વિસ્તારની હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી મહિલા પોલીસ કર્મચારીઓનો વીડિયો પણ સામે આવ્યો છે. સ્થિતિ કાબૂ બહાર થતી જોઈને મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. પોલીસને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.પોલીસ ટીમે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

શું છે સમગ્ર ઘટના ક્રમ?

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજે ભારે પોલીસ ફોર્સ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ મલિકના બગીચામાં પહોંચી હતી. અહીં જેસીબી વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડી જ વારમાં અરાજકતાવાદી તત્વોએ પોલીસ, વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભારે પથ્થરમારો શરૂ કર્યો.

બેફામ તત્વોએ પથ્થરમારો કરીને વિસ્તારને ઘેરી લીધો

આ પથ્થરમારામાં એસડીએમ અને કોર્પોરેશનના કર્મચારીઓ સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એટલું જ નહીં, જેસીબીને નિશાન બનાવીને પથ્થરમારો થતાં તેનો કાચ તૂટી ગયો હતો. ભારે વિરોધ છતાં મહાનગરપાલિકાની ઝુંબેશ ચાલુ રહી હતી. મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, એસડીએમ પરિતોષ વર્મા સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેફામ તત્વોએ પથ્થરમારો કરીને વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને વાહનોને આગ ચાંપી દીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT