છત્તીસગઢમાં CM બન્યા ‘વિષ્ણુ’, શું MPમાં આવશે ફરી ‘શિવ’નું રાજ? આજે મુખ્યમંત્રીના નામ પર લેવાઈ શકે છે નિર્ણય

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

 

Madhya Pradesh Election 2023: છત્તીસગઢમાં ઘણા દિવસો સુધી મંથન કર્યા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામ પર સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે વિષ્ણુદેવ સાંઈના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના નામની જાહેરાત થયા બાદ વિષ્ણુદેવ સાય રાજ્યપાલને મળ્યા હતા. માનવામાં આવે છે કે શપથની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં ભલે સીએમનું નામ જાહેર થઈ ચૂક્યું હોય, પરંતુ મધ્યપ્રદેશમાં હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મધ્યપ્રદેશમાં કોના હાથમાં કમાન સોંપવામાં આવશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી રહેશે કે પછી પાર્ટી નવા ચહેરાને અજમાવશે? આવી અટકળો ચાલુ છે. આ અટકળો અને ચર્ચાઓ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણ પોતાની તાકાત બતાવી રહ્યા છે.

આજે જાહેર થઈ શકે છે નામ

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના ચહેરા માટે ચાલી રહેલી ચર્ચાઓ પર ટૂંક સમયમાં પૂર્ણ વિરામ લાગવાની શક્યાતા છે, કારણ કે સોમવારે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. જેમાં મુખ્યમંત્રીનું નામ જાહેર થાય તેવી આશા છે. મધ્યપ્રદેશના રાજકારણમાં દરેકની નજર મુખ્યમંત્રીના પદ પર ટકેલી છે. સસ્પેન્સ ઊંડું છે તો પ્રયાસો પણ ચાલુ છે. શિવરાજસિંહ સતત તસવીરો દ્વારા હાઈકમાન્ડને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ મધ્યપ્રદેશના લોકપ્રિય નેતા છે. તેઓ 2024માં ભાજપના એજન્ડામાં ફિટ બેસે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સતત સભાઓ ગજવી રહ્યા છે શિવરાજસિંહ

શિવરાજ સિંહ ચૌહાણ સતત એવા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં ભાજપ નબળી છે. પહેલા તેઓ કમલનાથના ગઢ છિંદવાડા ગયા હતા. ત્યારબાદ શ્યોપુરની મુલાકાત લીધી હતી. દિગ્વિજય સિંહના ગઢ રાધોગઢમાં પણ સભા કરી હતી. તેઓ સતત લાડલી બહેનો સાથે મુલાકાત કરી રહ્યા છે. એટલે કે શિવરાજસિંહ ક્યાંક ને ક્યાંક પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આજે યોજાશે બેઠક

મધ્યપ્રદેશમાં બહુમતનો આંકડો 116 છે, પરંતુ ભાજપે 163 બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી છે. હવે સીએમ ચહેરા માટે નિરીક્ષકો સાથે ધારાસભ્યોની બેઠકની રાહ જોવાઈ રહી છે. થોડાક કલાકોમાં એ પણ સ્પષ્ટ થઈ જશે કે મધ્યપ્રદેશમાં ફરી એકવાર ‘મામા રાજ’ આવશે કે સીએમ પદનો તાજ કોઈ બીજાને પહેરાવવામાં આવશે.

ADVERTISEMENT

ભાજપે છત્તીસગઢમાં 2 ડેપ્યુટી સીએમ બનાવ્યા

તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં ભાજપે બે ડેપ્યુટી સીએમ વિજય શર્મા અને અરુણ સાવને બનાવવામાં આવ્યા છે, જેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે. આ સાથે પૂર્વ સીએમ રમણ સિંહને સ્પીકર બનાવવામાં આવ્યા છે. સીએમના નામની જાહેરાત બાદ વિષ્ણુદેવ સાંયે કહ્યું, ‘સૌ પ્રથમ તો હું ભાજપનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેને નાના કાર્યકરમાં આટલો વિશ્વાસ મુક્યો. ધારાસભ્યોનો પણ આભાર. હું પૂરી ઈમાનદારી સાથે કામ કરવાનો પ્રયાસ કરીશ અને મોદીની ગેરંટી પૂરી કરીશ.’

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT