CM Kejriwal એ રાજીનામું આપવું પડશે કે પછી જેલમાંથી ચલાવી શકશે સરકાર? જાણો શું કહે છે કાયદો

ADVERTISEMENT

ED Arrested Kejriwal
અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું?
social share
google news

ED Arrested Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે. ગુરુવારે બે કલાકની પૂછપરછ બાદ EDએ તેમની ધરપકડ કરી હતી. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

દેશમાં પ્રથમવાર કોઈ CMની કરાઈ ધરપકડ

અરવિંદ કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમની મુખ્યમંત્રી પદ હોવા છતાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પહેલાં આ જ વર્ષે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની ધરપકડ પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું.

AAPએ ગણાવ્યું રાજકીય કાવતરું

સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને આમ આદમી પાર્ટીએ  'રાજકીય કાવતરું' ગણાવ્યું છે. તમામ વિરોધ પક્ષોએ પણ આને ખોટું ગણાવ્યું છે. જોકે, દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચોઃ BIG Breaking: અરવિંદ કેજરીવાલની લાંબી પુછપરછ બાદ ધરપકડ, ED અને દિલ્હી પોલીસે કરી અટકાયત

'કેજરીવાલ જેલમાંથી ચલાવશે સરકાર'

આતિશીએ કહ્યું, 'અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે જો જરૂર પડશે તો કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ જેલ સરકાર ચલાવી શકે છે અને કોઈ નિયમ તેમને આમ કરતા રોકી શકે નહીં. તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી, તેથી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે.' અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે EDએ કેજરીવાલને પહેલું સમન્સ જારી કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તે સમયે પણ પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

શું આવું થઈ શકે?

જેલમાંથી સરકાર ચલાવવી થોડી અતાર્કિક લાગે છે, પરંતુ મુખ્યમંત્રીને આમ કરતા રોકી શકે એવો કોઈ કાયદો કે નિયમ નથી. તેમ છતાં અરવિંદ કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી મુશ્કેલ છે. વાસ્તવમાં જ્યારે પણ કેદી આવે છે ત્યારે તેણે ત્યાં જેલ મેન્યુઅલનું પાલન કરવું પડે છે. જેલની અંદર દરેક કેદીના તમામ વિશેષાધિકારો ખોવાઈ જાય છે, પછી ભલે તે અન્ડરટ્રાયલ કેદી જ કેમ હોય. જોકે, મૂળભૂત અધિકારો યથાવત રહે છે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Breaking News: કોંગ્રેસના ઉમેદવારોની નવી યાદી જાહેર, ગુજરાતના 11 મૂરતિયાઓ પર લાગી મહોર

જેલમાંથી લડી શકાય છે ચૂંટણી

જેલમાં દરેક કામ વ્યવસ્થિત રીતે થાય છે. જેલ મેન્યુઅલ મુજબ જેલમાં દરેક કેદીને તેના સંબંધીઓ અથવા મિત્રોને અઠવાડિયામાં બે વાર મળવાની છૂટ છે. દરેક મુલાકાતનો સમય પણ અડધી કલાકનો હોય છે. આટલું જ નહીં, જેલમાં બંધ નેતા ચૂંટણી પણ લડી શકે છે અને ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની બેઠક યોજી શકે નહીં. EDએ જાન્યુઆરીમાં હેમંત સોરેનની ધરપકડ કરી ત્યારે PMLA કોર્ટે તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.

ADVERTISEMENT

કોર્ટના આદેશ પર નિર્ભર હોય છે ગતિવિધિ

આ સિવાય કેદી જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી તેની ઘણી બધી ગતિવિધિઓ કોર્ટના આદેશ પર નિર્ભર હોય છે. કેદી તેના વકીલ દ્વારા કોઈપણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરી શકે છે. પરંતુ કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડશે.

તો શું રાજીનામું આપશે કેજરીવાલ?

અરવિંદ કેજરીવાલ હજુ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે બંધાયેલા નથી. તેઓ પોતાની મરજીથી રાજીનામું આપે તો અલગ વાત છે. 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કોઈપણ મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ કે ધારાસભ્ય જો જેલમાં જાય તો તેમણે રાજીનામું આપવું પડશે. કાયદા અનુસાર, મુખ્યમંત્રીને ત્યારે જ ગેરલાયક ઠેરવી શકાય છે જ્યારે તેઓ કોઈ કેસમાં દોષી સાબિત થાય. આ કેસમાં અરવિંદ કેજરીવાલને હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. હાલમાં જ તેમની ધરપકડ કરવામાં આવી છે.

...તો ધારાસભ્ય જ રહેશે

જોકે, જો અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં બંધારણીય કટોકટીનો ભય છે. કારણ કે તેમના જેલમાં રહેવાથી સરકારી કામમાં અડચણ આવી શકે છે. જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે, તો પણ તેઓ ધારાસભ્ય જ રહેશે. કારણ કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ ધારાસભ્ય કે સાંસદને ત્યારે જ ગેરલાયક ઠરાવી શકાય છે જ્યારે તેને ફોજદારી કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય.જોકે, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલ રાજીનામું આપશે નહીં.


પરંતુ કેજરીવાલની ધરપકડ શા માટે?


ED દિલ્હી સરકારની એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આને દારૂનું કૌભાંડ પણ કહેવાય છે. જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે પહેલા CBIએ કેસ નોંધ્યો અને પછી EDએ.

DyCMની કરાઈ હતી ધરપકડ

દિલ્હીના તત્કાલિન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ દારૂના આ કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 4 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ EDએ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. ત્યારથી લઈને 21 માર્ચ સુધીમાં EDએ 9 સમન્સ જારી કર્યા છે, પરંતુ કેજરીવાલ હાજર થયા નથી.

ગઈકાલે થઈ ધરપકડ

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. EDની ટીમ ગુરુવારે સાંજે 7 વાગ્યે સીએમના નિવાસસ્થાને પહોંચી હતી અને બે કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.


તો શું મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે?

બંધારણના અનુચ્છેદ 361 હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જ્યાં સુધી પદ પર છે, ત્યાં સુધી તેમની ધરપકડ કે અટકાયત પણ કરી શકાતી નથી. કોઈ કોર્ટ પણ તેની સામે કોઈ આદેશ આપી શકે નહીં.

પરંતુ વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ કે ધારાસભ્યને આવી છૂટ નથી. સિવિલ પ્રોસિજર કોડની કલમ 135 હેઠળ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, લોકસભા અને રાજ્યસભાના સભ્યો, મુખ્યમંત્રી, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને માત્ર સિવિલ કેસમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે છે. ફોજદારી કેસોમાં નહીં. જોકે, ED કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે અને તે એક ક્રિમિનલ કેસ છે. જેના કારણે સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT