Wrestlers Protest: અમારી લડાઇ બૃજભૂષણની વિરુદ્ધ, સરકાર સામે નહી, તમામ પહેલવાનો નવી રણનીતિ બનાવી રહ્યા છે

Krutarth

ADVERTISEMENT

Wrestlers Protest
Wrestlers Protest
social share
google news

Wrestlers Protest Live: પહેલવાનોએ ભારતીય કુસ્તી મહાસંઘના હાલના અધ્યક્ષ બૃજભૂષણ સિંહની (Brij Bhushan Sharan Singh) વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનની પાછળ હટવાના સમાચારોને ફગાવી દીધા છે. પહેલવાન સાક્ષી મલિક (Sakshi Malik) અને સત્યવ્રત કાદયાને સોમવારે ફેસબુક લાઇવમાં કહ્યું કે, અમારી લડાઇ બૃજભૂષણની વિરુદ્ધ છે. સરકાર સામે નહી આ અમે શરૂઆતથી જ બોલી રહ્યા છીએ. ઓલમ્પિક પદક વિજેતા પહેલવાન સાક્ષી મલિકે કહ્યું કે, જ્યા સુધી ન્યાય નહી મળે, ત્યાં સુધી લડતા રહીશું. સમર્થકોને કહીશ કે, એવા જ સમર્થન યથાવત્ત રાખશો. ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપશો. અમારું આંદોલન યથાવત્ત છે.

થોડો હોલ્ડ એ માટે કારણ કે, અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. જે ફેક ન્યૂઝ ચાલી રહ્યા હતા તેના મુદ્દે આજે અમે આખો દિવસ માનસિક રીતે ખુબ જ ડિસ્ટર્બ રહ્યા છીએ. આખો દિવસ સ્પષ્ટતા કરવામાં જ જતી રહી હતી. સાક્ષી મલિકના પતિ અને પહેલવાન સત્યવ્રત કાદયાને કહ્યું કે, અમારી લડાઇ બૃજભૂષણની વિરુદ્ધ છે. રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષની વિરુદ્ધ છે. અમારી રેસલિંગને સ્પષ્ટ કરવા માટેની લડાઇ છે. નોકરી તો સરકારની છે અને અમારી લડાઇ સરકાર સામે નથી. અમે વિચાર્યું કે, સરકારનું કામ પણ ન અટકે, તો આટલું નેગેટિવ શા માટે દેખાડવામાં આવી રહ્યું છે તે અંગે અમારી પાસે માહિતી નથી.

આ અગાઉ સોમવારે દિવસે સમાચાર એજન્સી ANI ને પહેલવાનો સાક્ષી મલિકના મુદ્દે જણાવ્યું હતુ કે, તેમણે ભારતીય રેલવેની પોતાની નોકરી ફરીથી જોઇન કરી લીધી છે. આ સમાચારની સામે આવ્યા બાદ દાવો કરવામાં આવવો લાગ્યો હતો કે સાક્ષી મલિકે પહેલવાનોને ધરણા પ્રદર્શનથી પોતાની જાતને અલગ કરી લીધી છે. ત્યાર બાદ સાક્ષીએ ટ્વીટ કર્યું હતું કે, આ સમાચાર ખોટા છે. માણસની લડાઇમાં ન અમારાથી કોઇ પાછળ હટ્યું અને ન તો ક્યારે પણ હટશે. સાક્ષીની સાથે સાથે પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પણ આંદોલનમાંથી પાછા હટ્યા બાદના સમાચારોને ફગાવી દીધા હતા. ન્યાય મળ્યા સુધીની લડાઇ ચાલુ રહેશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આંદોલનપરત લેવાના સમાચારો માત્ર અફવા છે. આ સમાચાર અમને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી છે. પહેલવાન બૃજભુષણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોમાં તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. સોમવારે પહેલવાર પોતાની રેલવેની નોકરીમાં પરત ફરી ચુક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT