Narendra Modi Gujarat Visit: ‘રક્ષાબંધનમાં મને રાખડીઓ મોકલી, ભાઈ તરફથી નારી શક્તિ વંદન અધિનિયમની ગીફ્ટ’- PM મોદી

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

Narendra Modi Gujarat Visit: ગુજરાતમાં અબજોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) ગુજરાત આવી ગયા છે. આજે તેઓ સમી સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સભ્યો ઉપરાંત નરેન્દ્ર મોદીના ટેકેદારો અહીં હાજર રહ્યા હતા. તેમણે આ દરમિયાન ઓપન જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે રોડ શો પણ કર્યો હતો.

PM Gujarat Visit: અમદાવાદ પહોંચ્યા PM, ભાજપ નેતાઓ સાથે રોડશો- Video

રક્ષાબંધનમાં નારી શક્તિ અધિનિયમને ભેટ તરીકે જોડ્યું

ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સ્વાગત સમારંભ પછી લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે આ દરમિયાન લોકોને સંબંધો કરતા કહ્યું કે તમે સારી રીતે જાણો છો કે મેં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા સમરસ પંચાયતનો પ્રયોગ શરૂ કર્યો હતો. જે પંચાયતોમાં પ્રધાન માટે મહિલા માટે અનામત હશે અને તે પંચાયત માટે બધી મહિલાઓ જીતી આવશે તો તે સમરસ ગામમાં અમે વધુ બજેટ આપીશું, વધુ પૈસા આપીશું જેથી તેમનું નેતૃત્વમાં વિકાસ હોય. અને અમે જોયું કે મોટી સંખ્યામાં અમારી પંચાયતોમાં બધી મહિલા સદસ્યો ચૂંટાવા લાગી.


તેમણે કહ્યું કે, તમે બધી બહેનોએ મોટી માત્રામાં મને આ રક્ષાબંધને રાખડીઓ મોકલી હતી. આપણે ત્યાં રાખડી મળે એટલે ભેટ આપવાનો રિવાજ છે. મેં ગીફ્ટ પહેલાથી જ વિચારી લીધી હતી. જોકે તે વખતે તો કહી ના શકું, આજે હું કહી શકું છું કે નારી શક્તિ વંદન અધિનિયમથી મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે. જુઓ આ વીડિયો…

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT