Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીમાં કરો આ 3 ચમત્કારી ઉપાય, સાંસારિક સમસ્યાઓથી મળશે મુક્તિ

ADVERTISEMENT

  Chaitra Navratri 2024 Upay
ચૈત્ર નવરાત્રી પર કરી લો આ ચમત્કારી ઉપાય
social share
google news

Chaitra Navratri 2024 Upay: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ઘણું મહત્વ છે. તમને જણાવી દઈએ કે આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. તમામ ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી રહ્યા છે. જણાવી દઈએ કે, નવરાત્રીમાં કેટલાક એવા ઉપાય છે, જેને કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે જ જીવન સુખમય રહે છે. તો આજે આ સમાચારમાં જાણીશું કે નવરાત્રી દરમિયાન કેવા પ્રકારના ઉપાય કરવામાં આવે છે. જેથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે. 

નવરાત્રીમાં કરવા જોઈએ કેટલાક ઉપાયો

આજે એટલે કે 9 એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ચૂકી છે. માતાજીની ઉપાસના કરતા તમામ ભક્તોએ આ વર્ષે નવરાત્રીમાં કેટલાક ઉપાયો કરવા જોઈએ. તે ઉપાયો નીચે મુજબ છે.  

લગ્નમાં અડચણો દૂર કરવા

જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, તેમણે નવરાત્રી પ્રતિપદાથી લઈને નવમી સુધી ત્રિદલી બિલિપત્ર પર રામ-રામ લખીને આદિશક્તિ માતાજીની પૂજા કરવી જોઈએ. સાથે જ ત્રણ બિલિપત્ર લઈને 9 દિવસ સુધી અર્પિત કરવા જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને લગ્નના પ્રસ્તાવો જલ્દી આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સારા સ્વાસ્થ્ય માટે 

જો પરિવારના કોઈ સભ્ય લાંબા સમયથી બીમારીથી પીડિત હોય અને દવાઓ લેવા છતાં સાજા થતા ન હોય તો નવરાત્રીના પ્રતિપદાથી નવમી સુધી પરિવારના કોઈપણ સભ્યે માતા આદિશક્તિને દેશી ઘી ચઢાવવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ, જેથી કરીને ઘરમાંથી બીમારીઓ દૂર થાય. આમ કરવાથી તાત્કાલિક લાભ મળશે.

પારિવારિક શાંતિ માટે

જો કોઈ પરિવારમાં નિયમિત ઝઘડા થતા હોય, પરિવારમાં અશાંતિ રહેતી હોય અથવા આર્થિક સંકટ હોય તો તે પરિવારના વડાએ સોમવારે તુલસીના સૂકા લાકડાને સારી રીતે માટીમાં દાટી દેવું જોઈએ. તે પછી સોમવારે બિલિપત્રના ઝાડની નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી તમને જલ્દી લાભ મળશે. 

ADVERTISEMENT

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT