Big News: નવા વર્ષના પહેલા જ દિવસે આ દિગ્ગજ ક્રિકેટરે સન્યાસની કરી જાહેરાત, વર્લ્ડ કપ 2023 હતી છેલ્લી ટુર્નામેન્ટ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

David Warner announces ODI retirement: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે (સોમવાર, 1 જાન્યુઆરી)એ વનડે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે 3 જાન્યુઆરીથી પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા આ મોટો નિર્ણય લીધો છે.

જો જરૂર પડશે તો હું પાછો ફરીશઃ ડેવિડ વોર્નર

37 વર્ષીય ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ 2023 દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું વિચાર્યું હતું. ડેવિડ વોર્નરે કહ્યું કે, તેમણે તેમની પત્ની કેન્ડિસ અને ત્રણ દીકરીઓ- આઈવી, ઈસ્લા અને ઈન્ડીને વધુ સમય આપવાની જરૂર છે. જોકે, ડેવિડ વોર્નરે એમ પણ કહ્યું હતું કે, જો ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની જરૂરત પડશે તો તેઓ વનડે ક્રિકેટમાં વાપસી જરૂર કરશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

‘મેં વર્લ્ડ કપ દરમિયાન જ કર્યો હતો વિચાર’

ડેવિડ વોર્નરે કહ્યું કે, ‘મેં વર્લ્ડ કપ દરમિયાન નિવૃત્તિ વિશે વિચાર્યું હતું. હવે હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ નિર્ણય બાદ મને વિશ્વભરની T20 લીગમાં રમવાની તક મળશે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી નજીક છે. જો હું આગામી બે વર્ષમાં સારું ક્રિકેટ રમતો રહીશ અને ઓસ્ટ્રેલિયાને મારી જરૂર પડશે તો હું ચોક્કસ પરત આવીશ.’

ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યા સૌથી વધારે રન

વિશ્વના વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક વોર્નરના નામે વનડે વર્લ્ડ કપના બે ખિતાબો પણ નોંધાયેલા છે, જેમાં વર્લ્ડ કપ 2023માં ભારત સામેની ફાઈનલની જીત પણ સામેલ છે. આ ટુર્નામેન્ટમાં તેમણે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

વર્લ્ડ કપમાં રમી છે 11 મેચ

ડેવિડ વોર્નરે પાછલા વર્લ્ડ કપમાં 11 મેચ રમીને 48.63ની એવરેજ અને 108.29ની સ્ટ્રાઈક રેટથી 535 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને એટલી જ અડધી સદી સામેલ છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે તેમનો સર્વોચ્ચ સ્કોર 163 રન હતો.

ADVERTISEMENT

આવો છે વોર્નરનો વનડે રેકોર્ડ

વોર્નરે 161 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 45.30ની એવરેજ અને 97.26ની સ્ટ્રાઈક રેટથી 6932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેઓએ 22 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. ડેવિજ વોર્નરે જાન્યુઆરી 2009માં હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામે તેમનું વનડે ડેબ્યૂ કર્યું હતું અને રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, માર્ક વો, માઈકલ ક્લાર્ક અને સ્ટીવ વો પછી તેઓ છઠા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા હતા.

અત્યાર સુધીમાં રમી છે 111 ટેસ્ટ મેચ

વોર્નરે અત્યાર સુધી 111 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 44.58ની એવરેજથી 8695 રન બનાવ્યા છે. તેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 26 સદી અને 36 અડધી સદી નોંધાયેલી છે.

    follow whatsapp

    ADVERTISEMENT