IND vs AUS Final LIVE Updates: બુમરાહે આપ્યો ઓસ્ટ્રેલિયાને ડબલ ઝટકો, માર્શ બાદ સ્મિથ પણ સસ્તામાં આઉટ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS LIVE Score, World Cup 2023 Final, India vs Australia: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે 240 રન બનાવ્યા છે. 241 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમની બીજી ઓવરમાં જ વિકેટ પડી હતી. મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરને 7 રને આઉટ કર્યો હતો.

LIVE અપડેટ્સ….

  • સ્ટીમ સ્મિથ સસ્તામાંઆઉટ
    જસપ્રીત બુમરાહે ફરી એકવાર વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયન બેટર સ્ટીવ સ્મિથ 4 રન બનાવીને LBW આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 47 રનમાં 3 વિકેટ છે.
  • મિચેલ માર્શ બુમરાહનો શિકાર બન્યો
    જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને આઉટ કર્યો છે. માર્શને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. માર્શે 15 રન બનાવ્યા જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી.
  • ડેવિડ વોર્નર આઉટ
    શમીએ પોતાના પ્રથમ બોલ પર વિકેટ લીધી છે. શમીએ ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. વોર્નરે એક ફોરની મદદથી 7 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1.1 ઓવરમાં એક વિકેટે 16 રન છે.

ભારતે 240 રન બનાવ્યા હતા

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ વચ્ચે વચ્ચે સતત વિકેટો પડવાથી દબાણ વધી ગયું અને આખી ટીમ માત્ર 240 રન જ બનાવી શકી. આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઇનિંગ રમી હતી અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રનની ધીમી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને સંભાળી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

રોહિત શર્માના 31 બોલમાં 47 રન

કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.

ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સતત 8 મેચ જીતી છે. ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. તે જ સમયે, કાંગારૂ ટીમ ODI વર્લ્ડ કપમાં 5 વખત ખિતાબ જીતી ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT