KKR vs PBKS: ચોગ્ગા-છગ્ગાના વરસાદ વચ્ચે ગૌતમ ગંભીર અકળાયો, 1 રન માટે અમ્પાયર સાથે કરી બબાલ

ADVERTISEMENT

Gautam Gambhir
Gautam Gambhir
social share
google news

KKR vs PBKS: IPL 2024 સિઝનની 42મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી. જ્યારે KKR ટીમના બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યા હતા. ત્યારે એક ઓવર દરમિયાન, ઓન-ફિલ્ડ અમ્પાયરે KKRના બેટ્સમેનોને રન ભાગવા છલા સિંગલ આપ્યો ન હતો. એવામાં ડગઆઉટમાં બેઠેલા ગૌતમ ગંભીર ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને બાઉન્ડ્રી લાઇનની બહાર અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો. ગંભીરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા ક્યારે યોજાશે? ગુજરાત બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

આ ઘટના 14મી ઓવરમાં બની હતી

ખરેખર, જ્યારે KKR ટીમ તોફાની બેટિંગ કરી રહી હતી. ત્યારબાદ આન્દ્રે રસેલ અને વેંકટેશ અય્યર ઇનિંગની 14મી ઓવરમાં બેટિંગ કરી રહ્યા હતા. આ ઓવરના છેલ્લા બોલમાં રસેલે રાહુલ ચહરની સામે કવર તરફ હળવો શોટ રમ્યો હતો. જેને ફિલ્ડર આશુતોષ શર્માએ કેચ કરીને વિકેટકીપર તરફ ફેંક્યો હતો. પરંતુ આશુતોષનો થ્રો વિકેટકીપર જીતેશ શર્માથી દૂર ગયો અને બોલ બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા ફિલ્ડર પાસે ગયો. જેના પર રસેલ અને અય્યર દોડ્યા અને એક રન લીધો પરંતુ મેદાન પરના અમ્પાયરે આ સિંગલને અમાન્ય જાહેર કર્યો.

એક રન કેમ ન અપાયો?

KKR ટીમને આ એક રન ન અપાતા ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયો હતો અને તે બાઉન્ડ્રી લાઇનની બહાર ચોથા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. જે બાદ જાણવા મળ્યું કે આશુતોષ થ્રો ફેંકે તે પહેલા જ અમ્પાયરે ઓવર સમાપ્ત કરવાનો સંકેત આપી દીધો હતો. જેના કારણે બોલ ડેડ થઈ ગયો અને આ જ કારણ હતું કે કેકેઆરને એક રન ન મળ્યો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: 4 દિવસથી ગુમ છે 'તારક મહેતા'ના સોઢી, પિતાએ જણાવ્યું છેલ્લીવાર ક્યારે મુલાકાત થઈ હતી

KKR 261 રન બનાવ્યા બાદ પણ હારી ગયું

મેચની વાત કરીએ તો KKR તરફથી પ્રથમ રમતા સુનીલ નરેને 32 બોલમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા, જ્યારે બીજા ઓપનર ફિલ સોલ્ટે 37 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. જેના કારણે KKRએ 261 રન બનાવ્યા હતા. પરંતુ જોની બેરસ્ટોની 48 બોલમાં આઠ ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી 108 રનની અણનમ ઈનિંગ અને શશાંક સિંહની 28 બોલમાં બે ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 68 રનની તોફાની ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સ ટીમે માત્ર 18.4 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. 

    follow whatsapp

    ADVERTISEMENT