શિવમ દુબેને BCCI તરફથી મળશે ખાસ ભેટ, યશસ્વી જયસ્વાલની પણ ચમકી શકે છે કિસ્મત!

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
Shivam Dube And Yashasvi Jaiswal May Get BCCI Contract: ભારતીય ટીમના વર્તમાન યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલે આ દિવસોમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી છે. T20 અને ટેસ્ટમાં તેઓ ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માની સાથે ઓપનિંગમાં જગ્યા બનાવી ચૂક્યા છે. બીજી તરફ શિવમ દુબેએ T20 ઈન્ટરનેશનલમાં એક અલગ જ છાપ છોડી છે. તેમને હાર્દિંક પંડ્યાના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. આ બંને સ્ટાર્સને BCCI દ્વારા આગામી દિવસોમાં એક ખાસ ભેટ મળી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના નવા વર્ષના કોન્ટ્રાક્ટમાં આ બંનેને સ્થાન મળી શકે છે.

કયા ગ્રેડમાં મળી શકે છે સ્થાન?

તમને જણાવી દઈએ કે, BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ચાર ગ્રેડમાં વહેંચાયેલો હોય છે. આ ચાર ગ્રેડ A+, A, B અને C છે, જેમાં A+ ખેલાડીઓને આખા વર્ષ માટે 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે A ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.5 કરોડ, B ગ્રેડના ખેલાડીઓને રૂ.3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે. આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને B ગ્રેડમાં એન્ટ્રી મળી શકે છે. જ્યારે શિવમ દુબેની ગ્રેડ C માટે પસંદગી થઈ શકે છે. અથવા બંને સી ગ્રેડમાં જોડાઈ શકે છે.

BCCIની વર્તમાન કોન્ટ્રાક્ટની યાદી

ગ્રેડ A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ A: હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત, અક્ષર પટેલ.
ગ્રેડ B: ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.
ગ્રેડ C: ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.

કયા ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તુ?

ગ્રેડ સીમાંથી શિખર ધવન અને દીપક હુડ્ડાનું પત્તુ કપાઈ શકે છે. બંને લાંબા સમયથી કોઈપણ ફોર્મેટમાં નથી રમી રહ્યા. સાથે જ ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા ચેતેશ્વર પૂજારાને પણ ગ્રેડ Bમાંથી હટાવી શકાય છે. જ્યારે કુલદીપ યાદવને C માંથી B અથવા A ગ્રેડમાં પ્રમોટ કરી શકાય છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT