IPL 2024: શુભમન ગિલે GTના કેપ્ટન બનતા જ આપ્યું મોટું નિવેદન, હાર્દિક પંડ્યા સામે હતો ઈશારો?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Shubman Gill: શુભમન ગિલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન રહેશે. આ યુવા ખેલાડીને આ જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કારણ કે હાર્દિક પંડ્યા ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. શુભમન ગિલ કેપ્ટનશિપની જવાબદારી સંભાળવા તૈયાર છે. જો કે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે કંઈક એવું કહ્યું જેના પછી હોબાળો મચી ગયો.

વાસ્તવમાં, ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ સાથેની વાતચીતનો એક ખાસ ભાગ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે વફાદારી વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તેના આ શબ્દના ઉપયોગ બાદ જ લોકો તેને હાર્દિક પંડ્યા પર નિશાના તરીકે જોઈ રહ્યા છે.

શું કહ્યું શુભમન ગિલે?

શુભમન ગિલે કહ્યું કે, અમે જાણીએ છીએ કે કેપ્ટનશિપમાં અનેક પ્રકારની જવાબદારીઓ આવે છે જેમાં સખત મહેનત મહત્વની હોય છે અને વફાદારી પણ તેમાંથી એક છે. તમને જણાવી દઈએ કે ગિલે વફાદારી શબ્દનો ઉપયોગ કરતાની સાથે જ લોકોએ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જે છેલ્લી બે સિઝનમાં ગુજરાતનો કેપ્ટન હતો અને IPL 2024 પહેલા તે અચાનક મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાઈ ગયો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

ગિલ વિશે મોટી વસ્તુઓ

શુભમન ગિલે કહ્યું કે તે કેપ્ટનશિપ મેળવીને ખૂબ ખુશ છે. ગિલે કહ્યું, ‘આઈપીએલમાં રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે. હું 7-8 વર્ષનો હતો ત્યારે IPLની શરૂઆત થઈ હતી. હવે તે લીગમાં ટીમની કેપ્ટનશિપ કરવી એ મોટી વાત છે. ગિલે કહ્યું કે કેપ્ટનશિપ માટે તમારા શિસ્ત, સખત મહેનત અને વફાદારીની જરૂર છે. હું ઘણા મોટા લીડર્સની ટીમમાં રમ્યો છું. હું તેની પાસેથી જે પણ શીખ્યો છું તે મને આઈપીએલમાં મદદ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT