T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપ આ 15 ખેલાડીઓનું નામ નક્કી! ટૂંક સમયમાં થશે જાહેરાત

ADVERTISEMENT

T20 World Cup
T20 World Cup
social share
google news

T20 World Cup 2024: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. આ માટે, અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની બેઠક આ મહિનાની છેલ્લી તારીખ (30 એપ્રિલ) અથવા આવતા મહિનાની પ્રથમ તારીખે યોજવામાં આવી શકે છે.

ICCએ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 1 મે નક્કી કરી છે. એટલે કે આ તારીખ સુધીમાં તમામ 20 દેશોએ પોતપોતાની ટીમ પસંદ કરવાની રહેશે. ભારતીય ફેન્સ પણ પોતાની ટીમની પસંદગીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય પસંદગીકારો તેમની ટીમ પસંદ કરશે, તે પહેલા અમે તમને જણાવીએ કે એવા કોણ ખેલાડીઓ છે જેમને T20 વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે.

આ 5 બેટ્સમેનને મળી શકે તક

બેટ્સમેન (5): કેપ્ટન રોહિત શર્માની સાથે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું વર્લ્ડ કપ ટીમમાં હોવું લગભગ નિશ્ચિત છે. ઓપનર યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને પણ વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે. યશસ્વીએ તાજેતરના સમયમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે રિંકુ સિંહે પણ ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: જબરા ફેન: DHONI ને જોવા માટે ત્રણ દીકરીઓની સ્કૂલ ફી ન ભરી, IPL ની ટિકિટ માટે ખર્ચ્યા રૂ.64 હજાર!

વિકેટકીપરની રેસમાં કોણ?

વિકેટકીપર (2): વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં હોઈ શકે છે. પંત IPL 2024 દ્વારા ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડી દીધા છે. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળી શકે છે. સંજુ વર્તમાન IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

ઓલરાઉન્ડરના સ્થાનમાં 3 મુખ્ય દાવેદાર

ઓલરાઉન્ડર (3): ઓલરાઉન્ડરની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ટીમમાં પ્રવેશ કરી શકે છે. IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અક્ષર પટેલ કરતાં જાડેજાને પ્રાથમિકતા આપી શકાય છે. સિક્સર ફટકારવા માટે પ્રખ્યાત શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. શિવમ બોલિંગ કરવામાં પણ સક્ષમ છે.

ADVERTISEMENT

ફરી 'કુલચા'ની જોડી દેખાશે?

સ્પિનર્સ (2): કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને નિષ્ણાત સ્પિન બોલર તરીકે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરી શકાય છે. લેગ સ્પિનર ​​ચહલ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાવાનો હોવાથી ધીમી પીચો પર કુલદીપ અને ચહલની ભૂમિકા ઘણી મહત્વની હોઈ શકે છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: IPL મેચમાં DRSને લઈને વિવાદ, અમ્પાયર સાથે મેદાન પર બાખડી પડ્યો Rishabh Pant

બુમરાહ સાથે ફોસ્ટ બોલિંગમાં કોણ હશે?

ફાસ્ટ બોલર (3): ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહનું સ્થાન નિશ્ચિત જણાય છે. આ સાથે જ મોહમ્મદ સિરાજને ત્રીજા ઝડપી બોલર તરીકે પણ સામેલ કરી શકાય છે. વર્તમાન IPL સિઝનમાં સિરાજ ચોક્કસપણે મોંઘો સાબિત થયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

T20 વર્લ્ડ કપ માટે સંભવિત ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યજુર્વેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, મોહમ્મદ સિરાજ.

આ ખેલાડીઓ પણ પસંદગીના દાવેદાર છે

કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, મયંક યાદવ (હાલમાં ઈજાગ્રસ્ત), શુભમન ગિલ, રેયાન પરાગ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર.

આ પણ વાંચો: Video: ફરી એકવાર વાનખેડેમાં થઈ હાર્દિક પંડયાની હુટિંગ, કોહલીના એક ઈશારે બધાનું દિલ જીત્યું

કુલ 3 તબક્કામાં રમાશે ટી-20 વર્લ્ડકપ

આ વખતે ટી20 વર્લ્ડ કપ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને દરેક 5 ના 4 જૂથોમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. આ પછી, તમામ 8 ટીમોને 4ના 2 જૂથોમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં ગ્રુપની બે-બે ટોચની ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિ-ફાઇનલ મેચ દ્વારા બે ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે.

T20 વર્લ્ડ કપના ગ્રુપ

ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

T20 વર્લ્ડ કપની તમામ 55 મેચોનું શેડ્યૂલ:

1. શનિવાર, 1 જૂન – યુએસએ વિ. કેનેડા, ડલાસ
2. રવિવાર, 2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. પાપુઆ ન્યુ ગિની, ગુયાના
3. રવિવાર, 2 જૂન – નામિબિયા વિ. ઓમાન, બાર્બાડોસ
4. સોમવાર, 3 જૂન – શ્રીલંકા વિ. દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક
5. સોમવાર, 3 જૂન – અફઘાનિસ્તાન વિ. યુગાન્ડા, ગુયાના
6. મંગળવાર, 4 જૂન – ઈંગ્લેન્ડ વિ. સ્કોટલેન્ડ, બાર્બાડોસ
7. મંગળવાર, 4 જૂન – નેધરલેન્ડ વિ. નેપાળ, ડલાસ
8. બુધવાર, 5 જૂન – ભારત વિ. આયર્લેન્ડ, ન્યૂયોર્ક
9. બુધવાર, 5 જૂન – પાપુઆ ન્યુ ગિની વિ. યુગાન્ડા, ગુયાના
10. બુધવાર, 5 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. ઓમાન, બાર્બાડોસ
11. ગુરુવાર, 6 જૂન – યુએસએ વિ. પાકિસ્તાન, ડલાસ

12. ગુરુવાર, 6 જૂન – નામિબિયા વિ. સ્કોટલેન્ડ, બાર્બાડોસ
13. શુક્રવાર, 7 જૂન – કેનેડા વિ. આયર્લેન્ડ, ન્યૂયોર્ક
14. શુક્રવાર, 7 જૂન – ન્યુઝીલેન્ડ વિ. અફઘાનિસ્તાન, ગુયાના
15. શુક્રવાર, 7 જૂન – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, ડલાસ
16. શનિવાર, 8 જૂન – નેધરલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક
17. શનિવાર, 8 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, બાર્બાડોસ
18. શનિવાર, 8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. યુગાન્ડા, ગુયાના
19. રવિવાર, 9 જૂન – ભારત વિ. પાકિસ્તાન, ન્યૂયોર્ક
20. રવિવાર, 9 જૂન – ઓમાન વિ. સ્કોટલેન્ડ, એન્ટિગુઆ
21. સોમવાર, 10 જૂન – દક્ષિણ આફ્રિકા વિ. બાંગ્લાદેશ, ન્યૂયોર્ક
22. મંગળવાર, જૂન 11 – પાકિસ્તાન વિ. કેનેડા, ન્યૂયોર્ક

23. મંગળવાર, જૂન 11 – શ્રીલંકા વિ. નેપાળ, ફ્લોરિડા
24. મંગળવાર, જૂન 11 – ઓસ્ટ્રેલિયા વિ. નામિબિયા, એન્ટિગુઆ
25. બુધવાર, 12 જૂન – યુએસએ વિ. ભારત, ન્યૂયોર્ક
26. બુધવાર, 12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ

27. ગુરુવાર, 13 જૂન – ઈંગ્લેન્ડ વિ. ઓમાન, એન્ટિગુઆ
28. ગુરુવાર, 13 જૂન – બાંગ્લાદેશ વિ. નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ
29. ગુરુવાર, જૂન 13 – અફઘાનિસ્તાન વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
30. શુક્રવાર, જૂન 14 – યુએસએ વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા
31. શુક્રવાર, 14 જૂન – દક્ષિણ આફ્રિકા વિ. નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
32. શુક્રવાર, જૂન 14 – ન્યુઝીલેન્ડ વિ. યુગાન્ડા, ત્રિનિદાદ
33. શનિવાર, 15 જૂન – ભારત વિ. કેનેડા, ફ્લોરિડા

34. શનિવાર, 15 જૂન – નામિબિયા વિ. ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ
35. શનિવાર, 15 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા
36. રવિવાર, 16 જૂન – પાકિસ્તાન વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા
37. રવિવાર, 16 જૂન – બાંગ્લાદેશ વિ. નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
38. રવિવાર, 16 જૂન – શ્રીલંકા વિ. નેધરલેન્ડ, સેન્ટ લુસિયા
39. સોમવાર, 17 જૂન – ન્યુઝીલેન્ડ વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
40. સોમવાર, જૂન 17 – વેસ્ટ ઈન્ડિઝ વિ. અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા
41. બુધવાર, જૂન 19 – A2 vs D1, એન્ટિગુઆ
42. બુધવાર, જૂન 19 – B1 vs C2, સેન્ટ લુસિયા
43. ગુરુવાર, જૂન 20 – C1 vs A1, બાર્બાડોસ
44. ગુરુવાર, જૂન 20 – B2 vs D2, એન્ટિગુઆ

45. શુક્રવાર, જૂન 21 – B1 vs D1, સેન્ટ લુસિયા
46. ​​શુક્રવાર, જૂન 21 – A2 vs C2, બાર્બાડોસ
47. શનિવાર, જૂન 22 – A1 vs D2, એન્ટિગુઆ
48. શનિવાર, જૂન 22 – C1 vs B2, સેન્ટ વિન્સેન્ટ
49. રવિવાર, જૂન 23 – A2 vs B1, બાર્બાડોસ
50. રવિવાર, જૂન 23 – C2 vs D1, એન્ટિગુઆ
51. સોમવાર, જૂન 24 – B2 vs A1, સેન્ટ લુસિયા
52. સોમવાર, જૂન 24 – C1 vs D2, સેન્ટ વિન્સેન્ટ
53. બુધવાર, જૂન 26 – સેમીફાઈનલ 1, ગુયાના
54. ગુરુવાર, જૂન 27 – સેમીફાઈનલ 2, ત્રિનિદાદ
55. શનિવાર, જૂન 29 – ફાઇનલ, બાર્બાડોસ
 

    follow whatsapp

    ADVERTISEMENT