રાજ્યમાં એક જ દિવસમાં બે નવજાત ત્યજી દેવાની ઘટના, પાટણમાં બાળકી… અમદાવાદમાં મૃત બાળક મળ્યું

Yogesh Gajjar

ADVERTISEMENT

infant child
infant child
social share
google news
  • રાજ્યમાં એક જ દિવસમાં અમદાવાદ, પાટણથી તરછોડાયેલા નવજાત મળી આવ્યા.
  • બાવળા-બગોદરા હાઈવે પર થેલીમાંથી મૃત હાલતમાં બાળક મળી આવ્યું.
  • પાટણમાં કપડામાં લપેટીને રસ્તા પર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી.

Ahmedabad News: રાજ્યમાં એક જ દિવસમાં બે નવજાત બાળકો ત્યજી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ટોલ ટેક્સ પાસે થેલામાં તાજું જન્મેલું બાળક મૂકીને અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. આવી જ રીતે પાટણમાં પણ ત્યજી દીધેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. હાલમાં બાળકીને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાયો

વિગતો મુજબ, બાવળા-બગોદરા હાઈવે પર આવેલા ટોલનાકા પાસે એક અજાણ્યો વ્યક્તિ તાજું જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. ડિવાઈડર પર લાંબા સમયથી ગુટખાની થેલી પડી હતી, જેને ત્યાંથી હટાવવા જતા અંદર નવજાત બાળક હોવાનું સામે આવ્યું હતું. તેને બહાર કાઢતા બાળક મૃત હતું, આથી 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ 108 દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પાટણમાં મળેલી બાળકીને હોસ્પિટલ ખસેડાઈ

તો પાટણમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં સુજનીપુર-સૂર્યનગર નજીકથી કપડામાં વીટેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. રોડ પરથી પસાર થતા ખેડૂતની નજર બાળકી પર પડતા તેણે 108ને જાણ કરી હતી. આ બાદ 108 મારફતે બાળકીને તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યજી દીધેલી બાળકી 2થી 5 દિવસની હોવાનું તબીબોનું અનુમાન છે. હાલમાં બાળકીને ઓક્સિઝન પર રાખવામાં આવી છે અને પાટણ A ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચીને બાળકીને ત્યજીદેનારા લોકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT