Rajkot: બેફામ કારે સેન્ડવીચની લારી ચલાવતા વેપારીને કચડ્યો, અકસ્માત બાદ બાઈક 200 મીટર ઢસડાયું

ADVERTISEMENT

Rajkot Accident
Rajkot Accident
social share
google news

Rajkot Accident News: રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં કાર ચલાવતા ચાલકે બાઈકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું કરુણ મોત થયું હતું. પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે અકસ્માતની કલમો સાથે મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.

દારૂના નશામાં હતો કાર ચાલક!

વિગતો મુજબ, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રામપીર ચોકડી ઓવરબ્રિજ પરથી સેન્ડવીચની લારી ચલાવતા કિરીટભાઈ પોંદા નામના વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલી કારે ટક્કર મારીને બાઈકને 200 મીટર સુધી ઢસડ્યું હતું. અકસ્માતમાં બાઈક ચાલક કિરિટભાઈનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું.

આ બાદ બ્રિજ ઉતરતા કાર આગળ જઈને ડિવાઈડર પર ચડીને RMCના સ્ટ્રીલ પોલ સાથે અથડાઈ હતી. આ કાર અનંત ગજ્જર નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો અને તેની સાથે દેવેન્દ્ર ઉપાધ્યાય નામનો વ્યક્તિ પણ હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે કારમાં સવાર લોકો દારૂના નશામાં હતા અને કારમાં દારૂની બોટલ પણ હતી. જોકે અકસ્માત બાદ તેણે કારમાંથી બોટલ બહાર ફેંકી દીધી.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાર ઓવરસ્પીડમાં હતી 

અકસ્માતના પગલે પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે કાર ચાલક અનંત ગજ્જર સામે અકસ્માત અને માનવવધનો ગુનો દાખલ કર્યો હતો. બંને શખ્સો પોલીસના સકંજામાં છે. રાજકોટ પશ્ચિમના ACP રાધિકા ભારાઈએ જણાવ્યું કે, અકસ્માત જોતા કારની સ્પીડ વધારે હોવાનું જણાય છે. તેની સ્પીડ જાણવા માટે RTO અને FSLની મદદ લેવામાં આવી છે. સાથે જ દારૂના નશાની વાત પર તેમણે કહ્યું કે, કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જો બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત તેમની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.

(ઈનપુટ: રોનક મજિઠીયા, રાજકોટ)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT