લોકસભાની ચૂંટણી વચ્ચે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની લથડી તબિયત, હોસ્પિટલમાં દાખલ

ADVERTISEMENT

Lok Sabha Election 2024
રામ મોકરિયાની લથડી તબિયત
social share
google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

રામભાઈ મોકરિયાની લથડી તબિયત

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા (Rambhai Mokariya)ની તબિયત લથડી છે. પરસોત્તમ રૂપાલાને મળવા જતી રાજકોટથી અમરેલી મળવા જતી વખતે રસ્તામાં તેમની તબિયલ લથડી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Lok Sabha Election: મતદાન બાદ ક્ષત્રિય સમાજને લઈને વિજય રૂપાણીનો મોટો દાવો, જુઓ કહ્યું

 

આ પણ વાંચો

ADVERTISEMENT

હોસ્પિટલમાં કરાયા દાખલ

મળતી માહિતી અનુસાર, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ રામભાઈ મોકરિયાની તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક આટકોટની કે.ડી પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 

આ પણ વાંચોઃ Lok Sabha Election: અમદાવાદમાં મતદાન કરતા પહેલા PM મોદી કોને પગે લાગ્યા? જાણો કોણ છે આ વ્યક્તિ

 

ADVERTISEMENT

પરસોત્તમ રૂપાલાએ પૂછ્યા ખબર અંતર

રામભાઈ મોકરિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જ અમરેલીથી પરસોત્તમ રૂપાલા તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા. જે બાદ તેઓએ   કે.ડી પરવાડિયા હોસ્પિટલ ખાતે પહોંચીને રામભાઈ મોકરિયાના ખબર અંતર પૂછ્યા હતા. 

ADVERTISEMENT

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp

    ADVERTISEMENT