'કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું', Banaskantha માં પ્રિયંકા ગાંધીની ગેરંટી

ADVERTISEMENT

Priyanka Gandhi
Banaskantha માં પ્રિયંકા ગાંધીની ગેરંટી
social share
google news

Priyanka Gandhi In Gujarat: ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એવામાં પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે ચૂંટણી સભાને સંબોધી હતી. ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર પણ હાજર જોવા મળ્યા હતા. 

ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે

જનસભાને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે,  અગ્નિવીર યોજનાના કારણે હવે યુવાનો સેનામાં જતા નથી. જો અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું. સાથે જ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે.  વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે. સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ પદ પર નોકરીઓ ખાલી છે.

Lok Sabha 2024: કોંગ્રેસને વધુ એક ઝટકો, ઉમેદવારે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરીને ટિકિટ પરત કરી

ક્ષત્રિય આંદોલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો

આ સિવાય રાજ્યમાં સૌથી ગરમાયેલ મુદ્દા કે જે  ક્ષત્રિય આંદોલનનો છે તેના પર પણ ટિપ્પણી કરી હતી. ક્ષત્રિય મહિલાઓ પર અત્યાચાર થયો છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં ભાજપની સરકાર છે. દેશ માટે મેડલ લાવનાર મહિલા ખેલાડી રસ્તા પર ઉતરી હતી ત્યારે પણ ભાજપની સરકારે કોઈની મદદ કરી ન હતી.   

આ પણ વાંચો

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT