Bharuch: અંકલેશ્વરમાં રામભક્તોએ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની સાથે મોદી-યોગીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી

Yogesh Gajjar

ADVERTISEMENT

Ram Mandir
Ram Mandir
social share
google news
  • ભરૂચના અંકલેશ્વરમાં રામ ભક્તે ઘરના ધાબા પર બનાવ્યું મંદિર
  • રામ મંદિરમાં મોદી-યોગીની પણ પ્રતિમા મૂકાવી.
  • ધામથી યોજેલા ધાર્મિક કાર્યક્રમમાં 20 હજાર લોકોએ ભાગ લીધો હતો.

Bharuch News: 22 જાન્યુઆરીએ એક બાજુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો હતો તે જ સમયે આ બાજુ ભરૂચમાં પણ મીની અયોધ્યા આકાર લઈ રહી હતી. 22 જાન્યુઆરીના રોજ ભરૂચના અંકલેશ્વરના ગડખોલ ગામમાં કેટલાક રામ ભક્તોએ ઘરના ધાબા પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની સાથે યોગી અને મોદીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સાથે આ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 20 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભવ્ય કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી.

મંદિરમાં કેમ મૂકી યોગી-મોદીની પ્રતિમા?

પોતાના ઘરના ધાબે રામ મંદિર સહિત યોગી અને મોદીની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મોહનલાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેમણે પહેલેથી જ પ્રતિજ્ઞા લીધી હતી કે જે દિવસે રામ મંદિર બનશે તે દિવસે તેઓ તેમને જે જગ્યાએ યોગ્ય લાગશે ત્યાં રામ મંદિર બનાવશે. જેથી તેમણે પોતાના ઘરે રામ મંદિર બનાવ્યું હતું. નવાઈ ની વાત એ છે કે, રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન સહિત તેમણે યોગી અને મોદીની પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આવું કરવા પાછળનું કારણ તેમણે કહ્યું હતું કે, આ બે લોકો જ રામજીને મહેલમાં લાવ્યા હોવાથી તેઓએ મોદી અને યોગીની મૂર્તિઓ પણ સ્થાપિત કરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અયોધ્યામાં પણ મોદી-યોગીનું મંદિર બનાવવા તૈયારી

તેમની પત્ની કિરણજીએ કહ્યું હતું કે, “ભગવાન રામને લાવનાર યોગી અને મોદી જ છે. તેથી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની સાથે અમે યોગી અને મોદીજીની પણ ભક્તિભાવથી પૂજા કરીએ છીએ. અને જો સરકાર અમને અયોધ્યામાં જમીનનો ટુકડો આપે તો ત્યાં અમે અમારા ખર્ચે ત્યાં યોગી અને મોદીની પ્રતિમા સ્થાપિત કરીશું અને તેની સાથે વૃદ્ધ મુલાકાતીઓ માટે બે રૂમ બનાવીશું જ્યાં લોકો મફતમાં રહી શકશે.

ADVERTISEMENT

ગુજરાતમાં યોગી જેવા CMની માંગ

અન્ય એક રામ ભક્ત કુલદીપ પાંડે એ જણાવ્યું હતું કે, અમારે રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. યોગી અને મોદીની જગ્યાએ બીજા કોઈ નેતા રામને લાવ્યા હોત તો અમે એમની પણ પ્રતિમા સ્થાપિત કરેત. પણ આ માત્ર યોગી અને મોદીએ કરી બતાવ્યું છે. બીજા બધા નેતાઓના સમયમાં પણ આ જ કોર્ટ હતી પરંતુ બીજા કોઈ નેતાઓએ કોઈ રસ લીધો નહિ. ગુજરાતમાં પણ યોગી જેવા મુખ્યમંત્રી હોવા જોઈએ અને યોગી મોડલ ગુજરાતમાં લાગુ થવું જોઈએ. યોગીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે, અસામાજિક તત્વો નિયંત્રણમાં છે, ગુજરાતમાં પણ આવું થવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે મોદી પછી યોગીજી નવા વડાપ્રધાન બને અને મોદીજીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે.

ADVERTISEMENT

(ગૌતમ ડોડિયા, ભરૂચ)

    follow whatsapp

    ADVERTISEMENT