Bharuch News: સમાજની સભામાં ધારાસભ્યે ભાજપના વખાણ શરૂ કર્યા, લોકોએ હોબાળો મચાવી બેસાડી દીધા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bharuch News: ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલા બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વસાવા હાજર રહ્યા હતા. ધારાસભ્યએ સ્ટેજ પરથી પોતાના ભાષણ દરમિયાન ભરૂચ ભાજપના વખાણ ચાલુ કરતા લોકોએ પીઠ ફેરવીને ઊભા થવા લાગ્યા હતા. છતાં ધારાસભ્યએ ભાષણ ચાલુ રાખતા લોકો મંચ સુધી પહોંચીને બેસી જવાની બુમા પાડવા લાગ્યા હતા. પબ્લિકે બુમોપણ પાડી હતી કે, ભાજપ આદિવાસી વિરોધી છે. બાદમાં દર્શનાબેનનું ભાષણ અટકાવીને બેસાડી દેવામાં આવ્યા હતા.

સભા બાદ શાંતિકર વસાવાની કાર પર પથ્થરમારો

સભા બાદ આદિવાસી સમાજના અગ્રણી આગેવાન અને વ્યવસાયે ડોક્ટર શાંતિકર વસાવાની કાર પર પથ્થરમારાની ઘટના બની હતી. શાંતિકર વસાવાએ મંચ ઉપરથી રાજકીય નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજ પાછળ છે તેમાં રાજકીય નેતાઓનો પણ ભાગ છે. જે બાદ સાંસદ મનસુખભાઇ વસાવા એ પોતાની જગ્યા પરથી ઉભા થઇને વિરોધ કર્યો કર્યો હતો અને ગુસ્સે ભરાયા હતાં. મનસુખ વસાવાએ વિરોધ કર્યો તો જનમેદનીએ શાંતિકર વસાવાના સમર્થનમાં આવી ભાષણ ચાલુ રાખવાની માંગ કરી હતી. તો મનસુખ વસાવાએ કહ્યું, શાંતિકર વસાવાને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાર અટકાવી પથ્થર માર્યા

આ બાદ સભામાંથી પાછા જતા સમયે નેત્રંગ ચારરસ્તા પાસે ચાર ઈસમોએ તેમની કારને અટકાવવાનો પ્રયાસ કર્યો અને કાર ઉપર પથ્થરમારો કર્યો હતો. હુમલા અંગે શાંતિકર વસાવાએ કહ્યું હતું કે, આજે મેં જે વ્યક્તવ્ય આપ્યું તે કોઈને ગમ્યું ન હોય એટલે આ હુમલો થયો હોય એવું મને લાગે છે.

(ઈનપુટ: ગૌતમ ડોડિયા, ભરૂચ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT