Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બેઠક

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ મોડમાં
  • રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત
  • દિલ્હીમાં યોજાશે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક
Lok Sabha Election 2024 : દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે અને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા પણ ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.

દિલ્હીમાં યોજાશે સ્ક્રિનિંગ કમિટીની બેઠક

કયા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા તે નક્કી કરવા માટે આગામી 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે કોંગ્રેસની  સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં સ્કિનિંગ કમિટીના સભ્યો, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) સહિતના નેતાઓ હાજર રહેશે.

ઉમેદવારોના નામ પર કરાશે મંથન

9 ફેબ્રુઆરીના રોજ યોજનારી બેઠકમાં લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો મંથન કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતની કઈ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા તે અંગે ચર્ચા કરવામાં આવશે.

તમામ તાલુકાઓમાં યોજાશે કોંગ્રેસનું ‘સંમેલન’

આપને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસે સ્થાનિક લેવલથી સંગઠન મજબૂત કરવા અને લોકસભાની તૈયારીના ભાગરૂપે કરી તાબડતોબ તૈયારી આરંભી દીધી છે. સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતનાં તમામ તાલુકાઓમાં કોંગ્રેસના ‘સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. 75 જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાઈ છે.

‘જન અધિકાર પદયાત્રા’ કરાશે

તાલુકાઓમાં પદયાત્રામાં કાઢવામાં આવશે અને સ્થાનિક પ્રશાસન કચેરી-મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. સ્થાનિકોને થતા અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી ‘જન અધિકાર પદયાત્રા’ કરવામાં આવશે. 10 ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આદેશ આપ્યો છે.

75 આગેવાનોને સોંપાઈ જવાબદારી

લોકસભા ચૂંટણીને અંતર્ગત તાલુકાની મુલાકાત કરીને તાલુકાના પ્રશ્નો તથા સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક આગેવાનો અને  કાર્યકર્તાઓ સાથે સંમેલન બેઠકનું આયોજન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી 75 આગેવાનોને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT