GUJARATTAK ની UN ની OHCHR કમિટી સાથે ખાસ વાતચીત, કહ્યું નિત્યાનંદ ના નિવેદનનું કોઇ મહત્વ નથી

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સમિતિ ઓએચસીએચઆરના (OHCHR) પ્રવક્તાએ આજ તકને જણાવ્યું કે, કૈલાસના પ્રતિનિધિઓએ ફેબ્રુઆરી મહિનામાં યુએનની બે જાહેર સભાઓમાં ભાગ લીધો હતો. આમાંથી એક મીટિંગ 22 ફેબ્રુઆરીએ થઈ હતી. જ્યારે બીજી મીટિંગ 24 ફેબ્રુઆરીએ થઈ હતી. ફ્યુજીટીવ નિત્યાનંદે યુએન ફોરમ સુધી પહોંચવા માટે એનજીઓના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો.

ભારતમાં બળાત્કારના આરોપીએ અલગ દેશ બનાવ્યો
ભારતમાં બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ નિત્યાનંદના પ્રતિનિધિએ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી આપી હતી. યુએનની બેઠકમાં નિત્યાનંદના પ્રતિનિધિ વિજયપ્રિયાની હાજરીની તસવીરો દેશભરમાં વાયરલ થઈ હતી. જેને એક નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ હવે નિત્યાનંદના પ્રતિનિધિ યુએનમાં પહોંચ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા આવી છે. જે પ્રચાર સાથે નિત્યાનંદના પ્રતિનિધિ યુએનના પ્લેટફોર્મ પર પહોંચ્યા તેને જોરદાર ફટકો પડ્યો છે. અત્યાર સુધીની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે, ભાગેડુ નિત્યાનંદે યુએન પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે NGOના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો.

યુએનમાં ભાગ લેવા નિત્યાનંદે NGO ની ઝાળનો પ્રયોગ કર્યો
યુએનનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય મંચ પર નિત્યાનંદના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર બિલકુલ વિચાર કરવામાં આવશે નહીં. જીનીવામાં યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (ઓએચસીએચઆર) ના કાર્યાલયના પ્રવક્તાએ આજ તકને જણાવ્યું હતું કે, કૈલાસના સભ્યોને યુએન ફોરમ પર તેમની પ્રચાર સામગ્રીનું વિતરણ કરતા અટકાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં, OHCHRના પ્રવક્તાએ જણાવ્યું કે, કૈલાસના પ્રતિનિધિઓએ ફેબ્રુઆરી મહિનામાં જીનીવામાં યુએનની બે જાહેર સભાઓમાં ભાગ લીધો હતો. મહિલાઓ સામે ભેદભાવ નાબૂદી (CEDAW) પરની આ બેઠકોમાંથી એક 22 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. જ્યારે બીજી બેઠક 24 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. જે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો વિશે હતી, જેનું આયોજન UN ના CESCR દ્વારા કરવામાં આવ્યું હતું. 24 ફેબ્રુઆરીએ યોજાયેલી મીટિંગ વાસ્તવમાં એક પ્રકારની ખુલ્લી જાહેર સભા હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

ભાગ ગમે તે લઇ શકે છે પરંતુ નિવેદનની ગંભીરતા કમિટી જ નિર્ધારિત કરે છે
જેમાં કોઈપણ ભાગ લઈ શકે છે. સંબંધિત સમિતિઓના તજજ્ઞો આ બેઠક સમક્ષ મુકાયેલા પ્રશ્નોના જવાબો આપે છે. બેઠકમાં સામેલ લોકો કે, સંસ્થાઓની ફરિયાદો, સૂચનો અને મંતવ્યો સાંભળવામાં આવે છે. આ માટે લોકોને અથવા એનજીઓને મીટિંગમાં હાજરી આપવા માટે નોંધણી કરાવવા માટે કહેવામાં આવે છે. સંબંધિત પક્ષોની કાયદેસરતાનું મૂલ્યાંકન કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કૈલાસના કાયમી રાજદૂત હોવાનો દાવો કરનાર વિજયપ્રિયા નિત્યાનંદના શબ્દો પણ સમિતિ સમક્ષ મોકલવામાં આવશે નહીં.

સ્થાયી રાજદુત ગણાવીને ભ્રામક માન્યતા ફેલાવી તે અંગે પણ કાર્યવાહી થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાસના પ્રતિનિધિ વિજયપ્રિયા નિત્યાનંદે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લીધો હતો. તેણી પોતાને સંયુક્ત રાષ્ટ્રમાં કૈલાસની ‘સ્થાયી રાજદૂત’ તરીકે વર્ણવે છે. યુએનની આ બેઠકમાં વિજયપ્રિયાએ ભારત પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. વિજયપ્રિયાએ નિત્યાનંદને હિંદુ ધર્મના ‘સર્વોચ્ચ ગુરુ’ કહ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, તેમની પર અત્યાચાર થઈ રહ્યો છે. વિજયપ્રિયાએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કહ્યું હતું કે, નિત્યાનંદને પ્રચાર કરવાની અને તેમના દેશમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે, નિત્યાનંદ અને કૈલાસની 20 લાખ હિંદુ સ્થળાંતરિત વસ્તીને ઉત્પીડન રોકવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT