‘I Am Sorry…’, ટીમ ઈન્ડિયાની હાર બાદ રિંકુ સિંહે માંગી માફી, BCCIએ શેર કર્યો VIDEO

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs South Africa, 2nd T20I Match 2023: દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં ભલે ભારતીય ટીમને નિરાશા હાથ લાગી હોય, પરંતુ મેચ દરમિયાન યુવા બેટ્સમેન રિંકુ સિંહનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું. તેમણે બ્લૂ ટીમ માટે પાંચમા સ્થાને બેટિંગ કરીને 68 રનની અણનમ અડધી સદી રમી. આ તેમની ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાં પહેલી અડધી સદી પણ હતી. મેચ બાદ તેઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા, જેનો અનુભવ તેમણે BCCI સાથેની વાતચીતમાં શેર કર્યો છે.

રિંકુ સિંહે માંગી માફી

એટલું જ નહીં, BCCI સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે માફી પણ માંગી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે તેમણે માફી કેમ માંગવી પડી?, તો ગઈકાલે તેમણે જોરદાર સિક્સ ફટકારી હતી. જે બાદ મીડિયા બોક્સનો કાચ તૂટી ગયો હતો. મેચ બાદ જ્યારે આ વિશે રિંકુ સિંહ સાથે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે (રિંકુ સિંહ) હસતા કહ્યું કે, ‘મને આ ખબર નહોતી, મને અત્યારે તમારી પાસેથી ખબર પડી. હું તેના માટે દિલગીર છું. આઈ એમ સોરી’

આ પણ વાંચો

ADVERTISEMENT

..તો મેં તોફાની બેટિંગ શરૂ કરીઃ રિંકુ સિંહ

26 વર્ષીય ખેલાડીએ BCCI સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, ‘જ્યારે હું બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે અમારી ત્રણ વિકેટ પડી ગઈ હતી. અમારા માટે પરિસ્થિતિ થોડી કપરી હતી. મેચ દરમિયાન મારી સૂર્યાભાઈ સાથે વાતચીત થઈ હતી કે જેવા બોલ આવી રહ્યા છે, તેવા જ શૉટ રમવા. મેં શરૂઆતમાં થોડો સમય લીધો કારણ કે વિકેટને સમજવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી. તેથી મેં શરૂઆતની ઓવરોમાં થોડા બોલ રમ્યા, પરંતુ એકવાર જ્યારે હું સેટલ થઈ ગયો, ત્યારે મેં તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું.’

    follow whatsapp

    ADVERTISEMENT