રીઢા ચોરને પકડવા સુરત પોલીસે દિલ્હીમાં ફુગ્ગા વેચ્યા, વાંચો પોલીસના દિલધડક ઓપરેશનનો કિસ્સો

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Police News: સુરત પોલીસને શહેરના ભટાર વિસ્તારમાં 3 મહિના પહેલા થયેલી ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે દિલ્હીથી મધ્ય પ્રદેશની કુખ્યાત ‘પારઘી’ ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. ખાસ છે કે ચોરીના આરોપીને પકડવા માટે પોલીસે અઠવાડિયા સુધી ફુગ્ગા વેચનારનો વેશ ધારણ કર્યો હતો અને આરોપી પોતાના પરિવારને મળવા આવતા જ તેને ઝડપી લીધો હતો.

જુલાઈમાં ભટાર વિસ્તારમાં ચોરી થઈ હતી

વિગતો મુજબ, સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં ભટારમાં આવેલી ઠાકોર પાર્ક સોસાયટીમાં 28 જુલાઈએ ચોરી થઈ હતી. જેમાં 5.54 લાખની રોકડ સહિત કુલ 11.36 લાખનો મુદ્દામાલ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા. મકાન માલિક જગદીશ આહીરની ફરિયાદ પર પોલીસે સીસીટીવીના આધારે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સમયના એક્ટિવ મોબાઈલ નંબરને ટ્રેક કર્યા હતા. જેમાં મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના કનેરી ગામનું લોકેશન મળ્યું. અહીં જઈને તપાસ કરતા પોલીસને આરોપી કુખ્યાત પારઘી ગેંગનો સભ્ય હોવાની માહિતી મળી. આરોપી ન મળતા પોલીસે પાછા આવવું પડ્યું.

ફુગ્ગા વેચીને ચોરને પકડ્યો

બાદમાં પોલીસને માહિતી મળી કે પારઘી ગેંગનો મુખ્ય આરોપી દિલ્હીના ખજૂરી ચાર રસ્તા નજીક પોતાના પરિવારને મળવા માટે આવવાનો છે. જેને લઈને પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસે ફુગ્ગા વેચતા ફેરિયાનો વેશ ધારણ કર્યો અને વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી ત્યાં પહોંચતા જ પોલીસે અક્ષય મોહન સોલંકીને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લઈને આવી હતી. આરોપીની પૂછપરછમાં તેણે અન્ય ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ કબૂલ્યું હતું. પોલીસે આરોપીના અન્ય સાથીદારોની પણ વિગતો મેળવી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT