લોકશાહીના પર્વનો ઉત્સાહ: હાર્ટ પેશન્ટે વ્હીલચેરમાં તો NRIએ 3 લાખ ખર્ચીને વોટ આપ્યો

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી વિવિધ મતદાન કેન્દ્રોની બહાર મતદારો ઉમટી રહ્યા છે. નેતાઓ પણ લોકોને વધુમાં વધુમાં સંખ્યામાં બહાર નીકળીને મતદાન કરવા માટે કહી રહ્યા છે. આ વચ્ચે વડોદરા હાર્ટ પેશન્ટ તો મોરબીમાંથી અમેરિકાથી NRI પોતાનો વોટ આપવા માટે પહોંચ્યા હતા. 

અમેરિકાથી મોરબી આવ્યા NRI

મોરબીમાં 22 વર્ષથી અમેરિકામાં સ્થાયી NRI પ્રશાંચ ચંદારાણા લોકશાહીના પર્વને ઉજવવા પોતાના વતન પહોંચ્યા હતા. અમેરિકામાં રહેતા મોરબીના NRIએ 3 લાખ રૂપિયાનો ખર્ચ કરીને મતદાન કરવા માટે મોરબી પહોંચ્યા હતા. મોરબીની વી.સી હાઈસ્કૂલમાં મતદાન કરીને તેમણે ભારતીયોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચ્યા દર્દી 

વડોદરામાં પણ હાર્ટ એટેક બાદ દર્દી એમ્બ્યુલન્સમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. 2 મેના હાર્ટ એટેક આવતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમણે 7મે એ મત આપવાની ઈચ્છા દર્શાવી હતી. આથી હોસ્પિટલ સ્ટાફે પણ તેમની મદદ કરી હતી અને તેઓ એમ્બ્યુલન્સમાં વ્હીલચેર પર બેસીને મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો. 

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT