Gujarat High Court: પિતાના દુષ્કર્મની 12 વર્ષની પીડિતાને ગર્ભપાતની મંજુરી, વળતરનો પણ હુકમ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat High Court: પુત્રી જ્યારે 11 વર્ષ અને 11 મહિનાની હતી ત્યારે તેના સગા પિતાએ જ તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના ઘટી હતી જેના કારણે ભારે ફિટકાર લોકોએ વરસાવ્યો હતો. આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણીમાં હજો જ્યાં કોર્ટે 27 અઠવાડિયાના ગર્ભ સાથેની આ પીડિતાને ગર્ભપાત કરવાની મંજુરી આપી હતી. સાથે જ ગુજરાત હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ બાદ આ ગર્ભપાત કરવાનો આદેશ કર્યો છે.

સગા પિતાએ દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ અને થઈ ગર્ભવતી

પ્રારંભીક રીતે સામે આવેલી વિગતો પ્રમાણે આ કેસમાં પીડિતા 11 વર્ષ અને 11 મહિનાની હતી ત્યારે તેના પિતાએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં તેણીને ગર્ભ રહી ગયો હતો. આ મામલાની જાણ તેની માતાને થતા તેણે જ આ મામલે નર્મદા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે ઘટના સંદર્ભે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી અને આરોપી પિતાને ઝડપી પાડ્યો હતો. હવે આ મામલામાં કોર્ટે પીડિત માસૂમ દીકરીને ગર્ભપાત કરવાની પરવાનગી આપી છે. ગુજરાત હાઈકોર્ટનો આ એક વધુ મહત્વનો આદેશ કહી શકાય તેમ છે.

Banaskantha Crime News: અમદાવાદના જાણીતા જ્વેલર્સ સાથે બનાસકાંઠામાં 10 kg સોનાની લૂંટમાં 6 આરોપી ઝડપાયા, 2 ફરાર

અગાઉ સુરતના એક કેસમાં પણ 26 અઠવાડિયાના ગર્ભ સાથેની પીડિતાએ અરજી કરી હતી ત્યારે પણ તેણીના ગર્ભપાતની મંજુરી કોર્ટે આપી હતી. તે કેસમાં તે 23 વર્ષની હતી અને માનસિક અસ્વસ્થ હતી તથા તેણીના પિતા પણ માનસિક અસ્વસ્થ હતા. તે સમયે તેણી પર તેણીના પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં તેને ગર્ભ રહ્યો હતો. આ મામલામાં પણ કોર્ટે તબીબી રિપોર્ટ્સના આધારે ગર્ભપાત કરવાની મંજુરી આપી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT