Kutch Rape case: બાળકીનો બળાત્કાર કરી પોલીસ સ્ટેશન નજીક ફેંકીને જતો રહ્યો હતો શખ્સ, બાળકીનું નિવેદન લેવા તજવીજ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch Rape case: આમ તો નામ છે ગાંધીધામ, પણ અહીં જ્યારે આ બાળકી બળાત્કારનો ભોગ બની ત્યારે ગાંધીના આ ધામને સરેઆમ શરમમાં મુકી દેવાયું હતું. એથી તો વધારે આ શખ્સની હિંમત તો જુઓ 13 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી ગાંધીધામ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની અંતરે હેવાન ફેંકી ગયો છે. બાળકી જ્યારે મળી ત્યારે તે બેભાન જેવી અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલમાં આ બાળકીની હાલત નાદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. સાથે જ બાળકીનું મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે આટલા દિવસથી પોલીસ બાળકીની હાલત સ્વસ્થ થાય અને આ નિવેદન લેવામાં સફળતા મળે તો કેસની કાર્યવાહીને વધુ વેગ મળે તેની રાહ જોઈ રહી છે.

શું બની હતી ઘટના?

કચ્છના ગાંધીધામ શહેરમાં આવેલ સ્લમ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી 13 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બનતા ચકચાર. તા. 20/09/2023ના રોજ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ઘર કામ કરવા જતા દાદી સાથે ગયેલી બાળકી ગુમ થઇ જતા પરિવારના હૃદય પર વજ્રઘાત પડી ગઈ હતી. બાળકીની શોધખોળ માટે પરિવારે સગા-સબંધીઓમાં પણ તપાસ કરતા તેની ખબર મળી ન હતી. ત્યાર બાદ પરિવારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે ગુમ નોંધ નોંધાવી હતી. બીજા દિવસે પરિવારના સભ્યો ગુરુકુળ વિસ્તારમાં બાળકીને શોધવા જતા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા શંકરજીના મંદિર પાછળ બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યાર તેને સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની વધુ તબિયત લથડતા ભુજની જી. કે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

Gujarat News: VIPs માટેના વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા દસ દિવસમાં બે વખત નીકળી,

164 મુજબ નિવેદન લેવા તજવીજ

સમગ્ર બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસના DySP મુકેશ ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યા હતું કે, 20/09/2023ના રોજ નોંધાવેલ ફરિયાદમાં બાળકીના જણાવ્યા મુજબના એક 22 વર્ષના યુવાનની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. એફ એસ એલમાં ભોગ બનનાર અને આરોપીના રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ બાળકીની તબિયત નાદુરસ્ત હોતા બાળકી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકીની તબિયત સારી થઇ ગયા બાદ બાળકીનું 164 મુજબનું નિવેદન લઈને કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

(કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT