મોરબી જિલ્લા સુધી પહોંચ્યું ડ્રગ્સનું દૂષણ, 13.62 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે એક ઝડપાયો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: રાજ્યભરમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ એકશન મોડ પર જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસને છૂટો દોર આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે મોરબી જિલ્લામાંથી ડ્રગ્સ ઝડપાયું છે.  વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીકથી એમ ડી ડ્રગ્સ ઝડપાયું. આ મામલે LCB એ રેડ કરી ઓમ પ્રકાશ જાટ નામના શખ્સ પાસેથી 13.62 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

મોરબી જિલ્લામાં   એમડી ડ્રગ્સનું પણ વેચાણ કરવામાં આવતું હોય તેવું અગાઉ પણ સામે આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખીને રહેતા રાજસ્થાની શખ્સ પાસેથી 136 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે 13.62 લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાની ધરપકડ કરી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મોરબી જિલ્લાના અમુક શખ્સો અગાઉ અન્ય જિલ્લામાં ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. અને જે તે સમયે મોરબી જિલ્લાનું કનેક્શન પણ એમ ડ્રગ્સ સાથે જોડાતું હતું. ત્યારે LCB ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રૂમ ભાડે રાખીને કેમિકલનો ધંધો કરતા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. અને આ જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને અહીંયા કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

 ફેક્ટરીની આડમાં રુમ રાખ્યો હતો ભાડે
વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીની ઓરડીમાં રૂમ ભાડે રાખનાર શખ્સને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી 136 ગામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે હાલમાં 13.62 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઓમ પ્રકાશ જાટ નામના શખ્સની ધરપકડ કરેલ છે.

આ પણ વાંચો: AAP ના ધારાસભ્ય ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી, ઇલેક્શન પિટિશન હાઇકોર્ટે રાખી માન્ય

ADVERTISEMENT

રાજસ્થાનથી લાવ્યો હતો ડ્રગ્સ
ઓમ પ્રકાશ ની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, હાલમાં તેની પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સનો જથ્થો તે રાજસ્થાનના બાડમેરથી લઈને આવેલ છે. અને આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની તજવીજ હાથમાં કરવામાં આવી છે. આ શખ્સ ખરેખર કોની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને મોરબી જિલ્લામાં કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: રાજેશ આંબલીયા, મોરબી  

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT