દેશભરમાં 2 કલાક સુધી ડાઉન રહ્યા બાદ આખરે શરૂ થયું WhatsApp

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Whatsapp Down: લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન Whatsapp ડાઉન થઈ ગયું છે. ભારતમાં ઘણા લોકો તેનો ઉપયોગ ન કરી શકયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. લોકોને મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટર પર કરી રહ્યા છે.

મેસેજ સેન્ડ ન થતા ટ્વિટર પર લોકોએ કરી ફરિયાદ
વોટ્સએપ પર કોઈ મેસેજને મોકલવામાં એરર આવી રહી છે. તેનાથી કરોડો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. તેને લઈને ટ્વિટર પર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપના ડાઉન થવાને લઈને Downdetector એ પણ રિપોર્ટ કર્યો છે.

 

આ પણ વાંચો

ADVERTISEMENT

ભારતમાં 45 મિનિટથી વોટ્સએપ ડાઉન
ટ્વીટર પર Downdetectorએ લખ્યું છે કે, વોટ્સએપને લઈને યુઝર્સ 3.17AM EDTથી કહી રહ્યા છે કે તે બંધ થઈ ગયું છે. ભારતમાં પણ લગભગ 45 મિનિટથી વોટ્સએપ પર મેસેજ સેન્ડ નથી થઈ રહ્યા. તેનેલ ઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.

ADVERTISEMENT

આ ખબરના લખાવા સુધી વોટ્સએપ ડાઉન ચાલી રહ્યું છે. હજુ પણ મોટાભાગના યુઝર્સ વોટ્સએપથી મેસેજ મોકલી શક્તા નથી. તેના ઠીક થવાની હાલમાં યુઝર્સ રાહ જોઈ રહ્યા છે. જોકે તમે અન્ય પ્લેટફોર્મ તરીકે સિગ્નલ અથવા ટેલિગ્રામનો ઉપયોગ કરી શકો છે.

ADVERTISEMENT

 

 

 

 

    follow whatsapp

    ADVERTISEMENT