Lok Sabha Election: અમરેલીમાં નીરસ મતદાન વચ્ચે ગુજરાતના આ ગામમાં 100 ટકા મતદાન

ADVERTISEMENT

Lok Sabha Election
આ ગામમાં 100 ટકા મતદાન
social share
google news

Lok Sabha Election 2024 Phase 3 News: આજે ગુજરાતની  25 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. સુરત સીટ બિનહરિફ થતાં 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ થઈ રહ્યો છે. લોકશાહીમાં એક મતનું મૂલ્ય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે ગુજરાતનું એક એવું મતદાન મથક છે જ્યાં 100 ટકા મતદાન થયુ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયું છે.

 

આ ગામમાં 100 ટકા મતદાન

ગીરના ગાઢ જંગલમાં ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે.અહીં માત્ર એક મત માટે જ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. આ મતદાન મથકમાં સવારથી સાંજ સુધી આ બૂથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે. ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ કવાટરમાં આ પોલિંગ બુથ ઊભું કરવામાં આવે છે. આ મતદાન મથક પર મહંત હરીદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે અને ત્યાર એક જ મતદાર હોવાથી અહીં સો ટકા મતદાન થયું છે.  હરીદાસજીએ જણાવ્યુ કે 'લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છુ.' 
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT